અમદાવાદઃ નારોલમાં દહેજના લાલચુ સાસરિયાંએ વધુ એક પરિણીતાનો ભોગ લીધો (Woman commits suicide in Ahmedabad) હતો. પતિ અને સાસરિયાં પરિણીતા પાસે અવારનવાર દહેજની માગણી કરતા (Narol Dowry Torture Case) હતા. જોકે, તેના ત્રાસથી કંટાળીને પરિણીતાએ આત્મહત્યા (Woman commits suicide due to in laws torture) કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
સાસરિયાં તરફથી વારંવાર થતી દહેજની માગ સાસરિયાં તરફથી વારંવાર થતી દહેજની માગ - આ અંગે મળતી માહિતી અનુસાર, નારોલમાં 26 વર્ષીય ઈન્દુ પાલ નામની મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પરિણીતાનો પતિ ગજેન્દ્ર ઉર્ફે અનિલ પાલ અને દેર મનોજ ઉર્ફે સચિન પાલ અને સાસુ રાજવતી પાલ અવારનવાર દહેજની (Narol Dowry Torture Case) માગ કરતા હતા. આખરે સાસરિયાંના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોતાના જ ઘરમાં દોઢ વર્ષની દીકરીને સુવડાવીને પોતે આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો-સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ ઉત્પીડન લઈને 119 જેવા કેસ નોંધાયા
માનસિક ત્રાસથી કંટાળી મહિલાએ ભર્યું પગલું - આપને જણાવી દઈએ કે, મૃતક ઈન્દુબેન પાલના લગ્ન વર્ષ 2019માં જ્ઞાતિના રીતરિવાજથી ગજેન્દ્ર ઉર્ફે અનિલ પાલ સાથે થયા હતા. ગજેન્દ્ર શાકભાજીનો વેપારી છે. બંનેને દોઢ વર્ષની બાળકી નંદની છે, પરંતુ તે દરમિયાન મૃતક ઈન્દુબેનની બહેનના લગ્ન થયા હતા. એટલે તેનાં પતિ અને સાસરિયાએ તેમની પાસેથી દહેજની (Narol Dowry Torture Case) માગણી કરી હતી. સાથે જ આક્ષેપ કર્યો હતો કે, તારા પિતાએ બહેનને દહેજમાં જમીન આપી છે અને તને કંઈ નથી આપ્યું. તેવું કહીને સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આખરે આ માનસિક ત્રાસથી કંટાળીને ઈન્દુબેને આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચો-વિકાસની પરિભાષા કહેવાતા ગુજરાતમાં 3 વર્ષમાં દહેજથી કંટાળીને 184 યુવતિઓએ આત્મહત્યા કરી
નારોલ પોલીસની કાર્યવાહી -નારોલ પોલીસે (Narol Police registered case) મહિલાના આત્મહત્યા કેસમાં પોલીસે દુષ્પેરણાનો ગુનો નોંધીને આરોપી પતિ ગજેન્દ્ર અને દેવર મનોજની ધરપકડ કરી હતી. જ્યારે સાસુ રાજવતી ફરાર હોવાથી શોધખોળ શરૂ કરી છે.