ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાની મહામારીમાં રીક્ષા ચાલકોની સ્થિતિ કફોડી, સહાયની કરી માગ - રીક્ષા ચાલકોની સ્થિતિ કફોડી

કોરોનાની મહામારીમાં મોટા ભાગના તમામ ઉદ્યોગોની કમર તૂટી ગઇ છે ત્યારે અમદાવાદમાં રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે. કોરોનામાં મોટા ભાગના લોકો પોતાના વાહનોમાં જ પ્રવાસ કરી રહ્યાં છે. જેના કારણે મોટી અસર થઇ છે તો અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં રીક્ષા ચાલકોને કોઇ પણ જાતની રાહત પણ આપવામાં આવતી નથી.

કોરોનાની મહામારીમાં રીક્ષા ચાલકોની સ્થિતિ કફોડી, સહાયની કરી માગ
કોરોનાની મહામારીમાં રીક્ષા ચાલકોની સ્થિતિ કફોડી, સહાયની કરી માગ

By

Published : May 6, 2021, 8:17 PM IST

  • રીક્ષા ચાલકોની સ્થિતિ કફોડી, નથી મળી રહી સવારી
  • અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાત સરકારે નથી કરી સહાય
  • હાઇકોર્ટના આદેશ છતાં નથી મળી કોઇ સહાય

અમદાવાદ: રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે વાહન વ્યવહારના નિયમોમાં પણ સરકાર દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. અત્યારે રીક્ષામાં બે જ વ્યક્તિઓને બેસવાની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવી છે ત્યારે કોરોનાને લઇને મોટા ભાગના લોકો પોતાના ઘરમાં પોતાના વાહનોમાં જ બહાર નિકળે છે. જેના કારણે રીક્ષાચાલકોને મુસાફરો પણ ઓછા મળે છે, તો કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે લોકોને ખુબ જરૂરી હોઇ તો જ બહાર નીકળે.

કોરોનાની મહામારીમાં રીક્ષા ચાલકોની સ્થિતિ કફોડી

વધુ વાંચો:રાહુલ બજાજે બજાજ ઓટોનું છોડ્યું અધ્યક્ષ પદ

રીક્ષા એસોસિએશન કરી રહ્યું છે મદદની માગ

અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી અને કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા રીક્ષા ચાલકોને સહાય કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કોઇ પણ જાતની સહાય કરવામાં આવી નથી. કોરોનાની પહેલી લહેર બાદ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી પરંતુ હાઇકોર્ટના આદેશ પછી પણ સરકાર દ્વારા કોઇ પણ જાતની સહાય આપવામાં આવી નથી. આથી આ રીક્ષા ચાલકો અત્યારે સરકાર પાસેથી સહાયની આશા રાખી રહ્યાં છે.

વધુ વાંચો:અમદાવાદમાં કોરોના દર્દીઓ માટે રિક્ષાચાલકોની અનોખી સેવા, 10 ઓટો એમ્બ્યુલન્સ કરી શરૂ

ABOUT THE AUTHOR

...view details