- અત્યાર સુધીમાં ડૉ.ચંદ્રકાન્ત મહેતાએ 173 પુસ્તકો છપાયાં
- ગુજરાતી હોવા છતાં હિન્દીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી
- ગુજરાતી સહિત હિન્દી, અંગ્રેજી ભાષાના 6 હજાર લેખો લખ્યાં
- સાહિત્યક્ષેત્રે ખ્યાતિ મેળવી
અમદાવાદ:બાવળના સરોડા ગામથી અને આર્થિક કટોકટીમાંથી ઉછરીને આવેલા ચંદ્રકાન્ત મહેતાનું નામ સાહિત્ય ક્ષેત્રમાં શિખર ઉપર પહોંચ્યું છે. ત્યારે સાહિત્ય ક્ષેત્રમાં કઈ રીતે તેમને રસ પડ્યો તે જણાવતા ડૉ. ચંદ્રકાન્ત મહેતા (DR CHANDRAKANT MEHTA) કહે છે કે, તેઓ જ્યારે પ્રોફેસર તરીકે નિમણુંક થયા ત્યારે પ્રથમવાર તેમણે એક કવિતા લખી જે તેમના સાથીમિત્રોને ખૂબ ગમી. આજે તેમના કુલ 173 પુસ્તકો છપાયા છે. ગુજરાતીમાં 133, પત્રકારત્વના 6, હિન્દીના 30, અંગ્રેજી અને પ્રાકૃતના 2 પુસ્તકો લખ્યા છે અને 5 હાલ પ્રિન્ટીંગમાં છે. (PADMA SHREE AWARD 2021)
બાળપણનો સંઘર્ષ
ગોઢ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ચંદ્રકાન્ત મહેતા ત્રણ બહેનો વચ્ચે એક ભાઈ રહ્યા છે. પોતાના બાળપણની વાતો કરતા તેમણે જણાવ્યું કે, તેઓ જયારે બીજા ધોરણમાં હતા ત્યારે શાળામાં આવેલા એક અધ્યાપકે તેમને મોટા થઈને શું બનવું એવો પ્રશ્ન કર્યો. તેમણે સૌથી મોટા પ્રોફેસર બનવાનું કહ્યું. જો કે એ સમયે મોટા પ્રોફેસર કેમ થવાય તેની તેમને જાણ સુધ્ધાં ન હતી છતાં તેઓ એ જ ધ્યેય પાછળ મંડી પડ્યા.
કપરી પરિસ્થિતીમાં પણ પૂર્ણ કર્યો Phd સુધીનો અભ્યાસ
સમયની કઠોરતાને કારણે આઠ વર્ષની ઉંમરે તેમના પિતાનું દેહાંત થઈ જતા આર્થિક પરિસ્થિતિમાં ખૂબ નબળી થઇ. આગળ ભણવાની તેમની મહત્વકાંક્ષા એટલી હદે રહી કે તેમણે દરિયાપુરની બોર્ડિંગ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. દરિયાપુરની શાળામાં પ્રવેશ મળી જતાં ફીની ચિંતામાંથી તો મુક્તિ મળી પણ તેમની પાસે પાઠ્યપુસ્તક કે કોઈ પણ અન્ય જરૂરીયાતની વસ્તુ ખરીદવા માટે પૈસા ન હોવાની બીજી ચિંતા પણ દ્વારે જ ઉભી હતી. આવી જ કપરી પરિસ્થિતીમાંથી પસાર થઈ તેમણે Phd સુધીનો અભ્યાસ પૂરો કર્યો.
અભ્યાસ અને વ્યાવસાયિક કારકિર્દી
ડૉ. ચંદ્રકાન્ત મહેતા ગુજરાતી-હિંદીના જાણીતા કવિ, લેખક, પત્રકાર, કટારલેખક, મીડિયા તજજ્ઞો, સમાજસેવી અને લોકપ્રિય વકતા છે. સાથે એમ.એ, Phd, એલએલબીની પદવી ધરાવતા ડોક્ટર ચંદ્રકાન્ત મહેતા છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તથા કુલપતિ તેમજ યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગના વડા તરીકે તેમજ નવગુજરાત આર્ટસ કોલેજના હિંદી વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી છે. તેમજ હિન્દી સોંગ ગુજરાતી સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સંસ્કૃતિ એવોર્ડ, સંસ્કાર એવોર્ડ, ભારતી ભૂષણ એવોર્ડ, ઇન્ટરનેશનલ એવોર્ડ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ ગુજરાત દ્વારા જેઠાલાલ જોશી હિન્દી સેવા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.