ગુજરાત

gujarat

ETV Bharat / city

GMDC ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું, RT-PCR ટેસ્ટના ડોમ ઉડયા

અમદાવાદમાં તૌકતે વાવાઝોડાને લઇને શહેરમાં ઠેર ઠેર નુક્સાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ભારે વરસાદ અને પવનને લઇને પાણી ભરાયા છે. ગ્રાઉન્ડમાં હાલ તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેને લઇને RT-PCR ટેસ્ટ કરાવવા માટે ઉભા કરવામાં આવેલા ડોમ પણ પડી ભાંગ્યા છે.

GMDC ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું, RT-PCR ટેસ્ટના ડોમ ઉડયા
GMDC ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું, RT-PCR ટેસ્ટના ડોમ ઉડયા

By

Published : May 19, 2021, 3:06 PM IST

  • RT-PCR ટેસ્ટ કરવા માટેના ડોમ હવામાં ઉડ્યા
  • GMDC ગ્રાઉન્ડમાં પાણી ભરાતા તળાવમાં ફેરવાયું
  • ભારે પવન અને વરસાદમાં ડોમ પણ પડી ભાંગ્યા

અમદાવાદઃ કોરોનાની મહામારીમાં લોકો પોતાના વાહનોમાં જ રહીને RT-PCR ટેસ્ટ કરાવી શકે તે માટે GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. તૌકતે વાવાઝોડાને લઇને GMDC ગ્રાઉન્ડમાં RT-PCR ટેસ્ટ કરવા માટે ઉભા કરવામાં આવેલા ડોમ, ખુરશીઓ, ટેબલો ઉડ્યા હતા. હાલમાં ગ્રાઉન્ડમાં તળાવની જેમ પાણી ભરાઇ ચૂક્યા છે અને ડોમની હાલત પણ કથળી જતા ટેસ્ટની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે.

GMDC ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું, RT-PCR ટેસ્ટના ડોમ ઉડયા

સમારકામ શરૂ કરાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ 2 ખાનગી લેબોરેટરીના સહયોગથી GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ માટે ડોમ શરૂ કરવામાં આવ્યા હતા. તૌકતે વાવાઝોડાએ તેને પણ ધ્વસ્ત કરી દેતા હાલ GMDC ગ્રાઉન્ડ ખાતે તળાવ ભરાઈ ગયું હોવાના અને તમામ ડોમ તૂટી ગયેલા નજરે પડી રહ્યા છે. ખાનગી લેબોરેટરી દ્વારા ડોમના સમારકામની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details