ગુજરાત

gujarat

ETV Bharat / city

GCS હોસ્પિટલના ડોક્ટર્સ હડતાળ પર, કોરોના ભથ્થાંની માંગણી - કોરોના વોરિયર્સ

વૈશ્વિક મહામારી કોરોના સામે માર્ચ માસથી સતત લડી રહેલાં તબીબી કર્મચારીઓ દિવસરાત દર્દીઓની સારવારમાં લાગેલાં છે. સરકારી તબીબી વિભાગની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ તબીબી સ્ટાફ સતત કાર્યરત રહ્યો છે તેમને સૌએ કોરોના વોરિયર્સ કહીકહીને શબ્દસન્માન આપી ફૂલ઼ડે વધાવ્યાં છે. ત્યારે હવે તેમની યોગ્ય માગણીઓના સ્વીકાર માટે કેટલાક તબીબોએ માગણી કોરોના ભથ્થાંની માગણી કરી છે. જોકે તંત્ર આવી વાતોને ધ્યાને ન લેતાં તબીબોએ હડતાળ પાડવાનો વારો આવ્યો છે.અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા કેસની વચ્ચે નરોડા વિસ્તારમાં આવેલી GCS હોસ્પિટલના 70 જેટલા રેસિડેન્સ ડૉક્ટરો હડતાળ પર ઉતરી ગયાં છે.

GCS હોસ્પિટલ
GCS હોસ્પિટલ

By

Published : Nov 18, 2020, 6:47 PM IST

  • કોરોના દર્દીઓની સારવારમાં સતત કાર્યરત છે તબીબી સ્ટાફ
  • કોરોના ભથ્થાંની સરકાર સમક્ષ માગણી કરી
  • વધારાની કામગીરી પણ સોંપાતી હોવાનો રોષ
  • જીસીએસ હોસ્પિટલના તબીબો ઊતર્યાં હડતાળ પર

અમદાવાદ: જીસીએસ હોસ્પિટલનાહડતાળ પર ઉતરેલા ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે GCS હોસ્પિટલ દ્વારા ડોકટરી ક્ષેત્રે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતાં ડૉક્ટર્સ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. ઉપરાંત માસ્ટર ડીગ્રીના રેસિડેન્ટ ડૉકટર્સને તેમની સ્પેશિયાલિટી સિવાયનું કામ કરાવી રહ્યાં છે. હોસ્પિટલ તંત્ર દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓ પાસે કોવિડ અને નોન કોવિડ ડ્યુટી પણ કરાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

GCS હોસ્પિટલના ડોક્ટર્સ હડતાળ પર, કોરોના ભથ્થાંની માંગણી
  • કોવિડ ડ્યુટીનું ભથ્થું આપવાની માગ

સરકારની ગાઈડલાઈન મુજબ કોવિડ ડ્યુટીનું ભથ્થું આપવામાં આવે તેવી માંગણી GCS હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટર્સ દ્વારા માગ કરવામાં આવી છે.. સાથે જ અભ્યાસની ફીમાં ઘટાડો કરવામાં આવે અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે કોવિડ ડ્યુટીનું ભથ્થું આપવામાં આવે. અગાઉ પણ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોકટરો દ્વારા GCS મેનેજમેન્ટને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા રેસિડેન્ટ ડોકટર્સ દ્વારા હડતાળનો માર્ગ અપનાવવો પડ્યો છે.

  • હોસ્પિટલ સ્ટાફની ન્યાયી માગણીઓ સંદર્ભે સમયસર નિર્ણય કેમ લેવાતાં નથી?

આ પહેલાં પણ જીસીએસ હોસ્પિટલનો અન્ય સ્ટાફ તેમને વધારાનું કામકાજ અપાતું હોવાને લઇને અને સમયસર આઉટસોર્સિંગ કંપની દ્વારા પગાર સમયસર ન ચૂકવવાને લઇને વીજળીક હડતાળ પર ઊતર્યો હતો. જોકે લોકડાઉનનો સમય હતો અને કોરોના દર્દીઓની વધુ પ્રમાણમાં સંખ્યા હોવાને લઇને મધ્યસ્થીના પ્રયત્નો કરીને મામલો સુલઝાવી લેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details