અમદાવાદ: દેશમાં વધતા કોરોનાના કેસોને જોતા કેન્દ્ર સરકારે 15થી 18 વર્ષના બાળકો માટે 03 જાન્યુઆરીથી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે. જે અંતર્ગત આજે અમદાવાદના અંધજન મંડળ ખાતે 41 જેટલા દિવ્યાંગ બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ (Disable Child Vaccination) આપવામાં આવ્યો હતો. સંસ્થાનો ટાર્ગેટ 100 બાળકોને વેક્સિન આપવાનો છે. બીજા દિવસે પણ રસીકરણનું કાર્ય ચાલુ રહેશે.
દિવ્યાંગ બાળકોને સમજાવવા ચેલેન્જિંગ
સંસ્થાના જનરલ સેક્રેટરી ભૂષણ પુનાનીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે આ વેક્સિનેશનનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. અગાઉ દિવ્યાંગ વ્યક્તિઓ માટે કુલ પાંચ કેમ્પ યોજાઈ ચૂક્યા છે. દિવ્યાંગ બાળકોને વેક્સિનેશન માટે સમજાવવા ચેલેન્જીંગ હોય છે. પરંતુ તેમના પેરન્ટ્સ દ્વારા પૂરો સહયોગ મળે છે. સંસ્થા આ બાળકોની ગાર્ડિયન હોય છે. તેમ છતાં બાળકોના માતા-પિતાને જણાવીને તેમને રસી આપવામાં આવે છે.
બીજી લહેરમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ