ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોની સર મને મેચના પાસ આપે છે: માહીના ફેન રામબાબુ

ભારતમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે. તેવી જ રીતે ક્રિકેટરોના અનોખા ફેન્સ પણ અહીં છે. ભારતની ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના આવ જ એક મોટા ફેન રામબાબુ છે. તેઓ મૂળ ચંદીગઢના છે. મહેન્દ્રસિંહ ધોની ભલે ક્રિકેટમાંથી રિટાયર થઈ ચૂક્યાં હોય, પરંતુ તેમના નામ અને 07 નંબરની ટી-શર્ટ હજી પણ લોકો ભરપૂર ખરીદે છે. ભારતને બીજો વર્લ્ડકપ અને પ્રથમ 20-20 વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોનીને ભારતમાં કોઈ ભૂલી શકે તેમ નથી.

ધોનીના બિગ ફેન છે ચંદીગઢના રામબાબુ
ધોનીના બિગ ફેન છે ચંદીગઢના રામબાબુ

By

Published : Mar 4, 2021, 8:07 PM IST

  • ધોનીના બિગ ફેન છે ચંદીગઢના રામબાબુ
  • ભારતની દરેક મેચમાં રહે છે ઉપસ્થિત
  • ધોનીના 7 નંબર અને તેમના નામને શરીર પર ચિત્ર દ્વારા અંકિત કરીને ત્રીરંગા સાથે સ્ટેડિયમમાં રહે છે હાજર

અમદાવાદઃ ભારતમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે. તેવી જ રીતે ક્રિકેટરોના અનોખા ફેન્સ પણ અહીં છે. ભારતની ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના આવ જ એક મોટા ફેન રામબાબુ છે. તેઓ મૂળ ચંદીગઢના છે. ભારતની દરેક મેચમાં ચંદીગઢના રામબાબુ મહેન્દ્રસિંહ ધોનીના 7 નંબર અને તેમના નામને પોતાના શરીર પર ચિત્ર દ્વારા અંકિત કરીને, ત્રિરંગા સાથે સ્ટેડિયમમાં હાજર રહે છે. તેમની કદ-કાઠી પણ મહેન્દ્રસિંહ જેવી જ છે. રામબાબુએ જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહ ધોની તરફથી તેમને ક્રિકેટ મેચના પાસ મળે છે. તેઓ મહેન્દ્રસિંહ ધોનીને મળી પણ ચુક્યા છે અને સાથે ફોટો પણ પડાવ્યો છે. રામબાબુએ પોતાના બાવડા પર મહેન્દ્રસિંહનું ટેટુ પણ બનાવડાવ્યું છે.

આ પણ વાંચોઃ IND vs ENG: પ્રથમ દિવસે ભારતે 1 વિકેટના નુકશાન પર 24 રન બનાવ્યા

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયામાં મેચ જોવી તે ગૌરવપૂર્ણ બાબતઃ રામબાબુ

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી' સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે. ત્યારે રામબાબુએ કહ્યું કે, તેઓ ભારતની ટેસ્ટ, 20-20 કે વન-ડે મેચ હોય ત્યાં અચૂક હાજર હોય છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમાં તેઓ મેચ જોવા આવ્યા છે. 1.32 લાખની બેઠક ક્ષમતાવાળા સ્ટેડિયમને જોઈને તેઓ આશ્ચર્યચકિત થયા હતા.
મેચ વિશે શું કહ્યું રામબાબુએ?

મેચ વિશે રામબાબુએ જણાવ્યું હતું કે, અહીંની પહેલી મેચ પિંકબોલથી રમાઈ હતી. જે બે દિવસમાં પૂર્ણ થઈ હતી. ભારત સિરીઝમાં 2-1 થી આગળ છે. ચોથી અને અંતિમ ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લેન્ડની ટીમ 205 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારતીય બોલરોએ સારી બોલિંગ કરી છે. આજે ભલે ભારતીય ક્રિકેટ ટીમની એક વિકેટ પડી ગઈ હોય, પરંતુ તેઓ આવતીકાલે ચેતેશ્વર પૂજારા અને રોહિત શર્માની સદી જોવા માટે ઉત્સાહિત છે.

આ પણ વાંચોઃ મહેન્દ્રસિંહ ધોની જાખલ ગ્રામ પંચાયતના નવા ભવનનું ઉદ્ઘાટન કરશે

લાંબા સમયથી વિરાટ કોહલીની સદી જોવા મળી નથી: રામબાબુ

કેપ્ટન વિરાટ કોહલી ઉપર બોલતા રામબાબુએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી વિરાટ કોહલીના બેટથી સદી જોવા મળી નથી. ત્યારે તેઓ આ સ્ટેડિયમમાં સેન્ચ્યુરી મારે, તે જોવા તેઓ આતુર છે. ભારતની ટીમ આ સિરીઝ જીતીને ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં યોજાનારી ચેમ્પિયનશીપની ફાઇનલ રમે તેવી તેઓ આશા રાખી રહ્યા છે.

ધોનીના બિગ ફેન છે ચંદીગઢના રામબાબુ

ABOUT THE AUTHOR

...view details