ગુજરાત

gujarat

ETV Bharat / city

દેવ દિવાળીને લઈને અમદાવાદના જમાલપુર જગન્નાથજી મંદિરમાં ભક્તોએ કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી દર્શન કર્યા - દેવ દિવાળી

દિવાળી બાદ આવતી પહેલી પૂનમ એટલે કે કાર્તિકી પૂનમ જે દિવસને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવતો હોય છે, જેને લઈને ધાર્મિક સ્થાનોમાં ભક્તોનો મહેરામણ જોવા મળતું હોય છે, દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જમાલપુર ખાતે આવેલ જગતનાનાથ જગન્નાથજીના મંદિરમાં ભક્તોનું મહેરામણ જોવા મળ્યુ હતું. કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી તમામ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા.

દેવ દિવાળીને લઈ અમદાવાદના જમાલપુર જગન્નાથજી મંદિરમાં ભક્તોનું મહેરામણ, ગાઈડલાઈનને ધ્યાને રાખી ભક્તોએ કર્યા દર્શન
દેવ દિવાળીને લઈ અમદાવાદના જમાલપુર જગન્નાથજી મંદિરમાં ભક્તોનું મહેરામણ, ગાઈડલાઈનને ધ્યાને રાખી ભક્તોએ કર્યા દર્શન

By

Published : Dec 1, 2020, 4:52 PM IST

  • અમદાવાદમાં દેવ દિવાળીની ધૂમધામથી ઉજવણી
  • જમાલપુર જગન્નાથજી મંદિરમાં ભગવાનનો વિશિષ્ટ શણગાર
  • ભક્તોએ કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી કર્યા ભગવાનના દર્શન

અમદાવાદઃ દિવાળી બાદ આવતી પહેલી પૂનમ એટલે કે કાર્તિકી પૂનમ હોય છે, જેને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવતી હોય છે, હિંદુ મહાત્મ્ય પ્રમાણે દેવ દિવાળીને દેવોની દિવાળી ગણવામાં આવે છે, આ દિવસે ધાર્મિક સ્થાનોની અંદર ભગવાનને વિશિષ્ટ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, સાથે જ દેવ દિવાળીને લઈને ભક્તો ધાર્મિક સ્થાનોમાં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોવાથી ભગવાનને વિશિષ્ટ શણગાર કરવામાં આવતો હોય છે.

દેવ દિવાળીને લઈને અમદાવાદના જમાલપુર જગન્નાથજી મંદિરમાં ભક્તોએ કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી દર્શન કર્યા

દેવ દિવાળીએ શા માટે થાય છે ભગવાનને વિશિષ્ટ શણગાર

દેવ દિવાળીના દિવસે ભગવાનને વિશિષ્ટ શણગાર કરવા પાછળનો મહાત્મ્ય જોડાયેલો છે, દિવાળી બાદ આવતી પહેલી પૂનમ જેને દેવ દિવાળી કહેવાય છે, જે દેવોની દિવાળી તરીકે ઉજવવામાં આવતી હોય છે. સામાન્ય રીતે કાર્તિકી એકમ એટલે કે બેસતા મહિનાના દિવસે નવા વર્ષનો પ્રારંભ થતો હોય છે. ત્યારે દેવ દિવાળીએ દેવો પણ દેવલોકમાં દિવાળીની ઉજવણી કરતા હોય છે, જે માટે ભગવાનની વિશિષ્ટ શણગાર કરવામાં આવતો હોય છે. દેવ દિવાળીએ ભગવાનની વિશિષ્ટ અન્નકૂટ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.

દેવ દિવાળીને લઈ અમદાવાદના જમાલપુર જગન્નાથજી મંદિરમાં ભક્તોનું મહેરામણ

જગન્નાથજી મંદિરમાં કોરોના ગાઈડલાઈનની કઈ રીતની વ્યવસ્થા

દેવ દિવાળી હોવાથી અમદાવાદ સ્થિત જગતનાનાથ જગન્નાથજીના મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે, જો કે દેશમાં હાલ મહામારી ચાલી રહી હોવાથી કોરોના ગાઈડલાઈન ઉપર ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે, જેને લઇ મંદિરમાં કોરોના ટ્રેનનું ધ્યાન રાખી દર્શનાર્થે આવતા તમામ દર્શનાર્થીઓને દર્શન કર્યા હતા. જ્યારે માર્ક ફરજિયાત પહેરીને દર્શન કરવા માટે અનુમતિ આપવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details