ગુજરાત

gujarat

ETV Bharat / city

માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાનને સફળ બનાવવા ભાજપ હવે દેવના ભરોષે, અભિનેતા યુવાનોમાં કરશે પ્રચાર - BJP Election Campaign

ભાજપે ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પહેલા માય ફર્સ્ટ વોટ ફૉર મોદી કેમ્પેઈન (My first vote for Modi) લોન્ચ કર્યું હતું. આ વખતે પ્રથમ વખત જે યુવાનો મતદાન કરવાના છે તેમને આકર્ષવા માટે અભિનેતા દેવ જોષીને પણ આ કેમ્પેઇનમાં જોડવામાં (dev joshi actor) આવ્યા છે. તો હવે આ અભિનેતા કઈ રીતે યુવાનો સુધી (My first vote for Modi) વાત પહોંચાડશે તે અંગે તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાનને સફળ બનાવવા ભાજપ હવે દેવના ભરોષે, અભિનેતા યુવાનોમાં કરશે પ્રચાર
માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાનને સફળ બનાવવા ભાજપ હવે દેવના ભરોષે, અભિનેતા યુવાનોમાં કરશે પ્રચાર

By

Published : Oct 10, 2022, 12:22 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે હવે આ વખતે રાજ્યમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ભાજપે પણ ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે.

ભાજપ યુવા મોરચાનું નવું અભિયાન તેવામાં ભાજપ યુવા મોરચાએ (BJP Yuva Morcha) માય ફર્સ્ટ વોટ ફૉર મોદી કેમ્પેઇન (My first vote for Modi) લોન્ચ કર્યું હતું. ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) જે યુવાનો પ્રથમ વખત મતદાન કરવાના છે. તેમને આકર્ષવા માટે આ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અભિયાનને સફળ બનાવવા માટે અભિનેતા દેવ જોષીને મેદાને ઉતારવામાં આવ્યા છે. તો હવે અભિનેતા (dev joshi actor) કઈ રીતે લોકોની વચ્ચે પ્રચાર (BJP Election Campaign) કરશે. તેમ જ યુવાનો સુધી કઈ રીતે વાતચીત પહોંચાડશે. તે અંગે તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

યુવાનોને મતદાન માટે કરાશે પ્રોત્સાહિત

પ્રશ્નદેવ તમે માય ફર્સ્ટ વોટ ફોર મોદી કેમ્પેઈનમાં જોડાયા છો તો આની પાછળ જોડાવાનું ખાસ કારણ શું? કોઈ રાજનીતિ કે પછી યુવા તરીકે જોડાયા છો?

જવાબ મેં વર્ષ 2019માં સૌપ્રથમ લોકસભા ચૂંટણી માટે મતદાન કર્યું હતું. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) પણ હું પ્રથમ વખત વોટ (My first vote for Modi) કરવા જઈ રહ્યો છું. ત્યારે હું ખૂબ જ ઉત્સુક છું અને આજથી માય ફર્સ્ટ વોટ ફોર મોદી શરૂઆત (My first vote for Modi) થઈ છે. એમાં એક કેમ્પેનર તરીકે લોકોને અને યુવાઓને જાગૃત કરવા 18થી 25 વર્ષના લોકોને આગળ આવીને વોટ કરવા માટે અપીલ કરું છું અને આ સાથે જ એક કહું છું કે, વોટ ફોર મોદી (My first vote for Modi).

પ્રશ્નચૂંટણીને હવે ટૂંક જ સમયગાળો રહ્યો છે ત્યારે તમે કઈ રીતે યુવાઓને આ કેમ્પેઈનમાં જોડશો અને કઈ રીતે આનો પ્રચાર કરશો?

જવાબઆ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) છે. તો મારાથી જેટલા પણ બનતા પ્રયત્નો જ થશે એ હું કરીશ અને લોકોને જણાવીશ. સાથે જ સોશિયલ મીડિયા પર મારા ઘણા બધા ફોલોઅર્સ છે. તો મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જેટલા પણ લોકો છે તે સૌને કહીશ કે મતદાન કરો. કારણ કે, ઘણા યુવાઓ એવું વિચારતા હોય છે કે, એક મતથી શું થવાનું મતની કોઈ કિંમત નથી હોતી. એક વર્ષ નહીં કરીએ તો શું ફરક પડી જશે, પરંતુ જો સાચું કહું તો એક મતનો ઘણો ફરક પડે છે. તમને તમારા મતાધિકારનો જે અહેસાસ થાય છે. તે જ સૌથી મોટી કિંમત કહેવાય છે. તેથી જો તમે વોટ કરશો તો આવતા 5 વર્ષ સુધી કે મેં સરકાર માટે મતદાન કર્યું છે. જે અમારા માટે કામ કરે છે અને આમના પર મારો અધિકાર છે. માટે સૌ કોઈ મતદાન કરે.

પ્રશ્નદેવ તમે જે રીતે કહ્યું કે, તમે વડાપ્રધાનેને 2-3 વખત મળ્યા છો. તેમનું વ્યક્તિત્વ અને પ્રભાવ તમને કેવો લાગે છે અને શું તમે લાગે છે કે, આગામી સમયમાં પણ મોદી સરકાર હોવી જોઈએ?

જવાબબિલકુલ, માત્ર હું જ નહીં, પરંતુ જેટલા પણ વડાપ્રધાનને મળ્યા છે. દરેકને એવું લાગે છે કે, એમના વ્યક્તિત્વના દરેક અંગમાંથી એક અલગ ઊર્જા પ્રાપ્ત થાય છે. તેઓ ઘણા બધા વર્ષોથી રાજકીય રીતે જોડાયેલા છે. દેશની સેવા કરી રહ્યા છે. તેઓ ખરેખર મારા માટે એક આદર્શ છે અને એમને જોઈને મને પ્રેરણા થાય છે કે, લોક સેવા કઈ રીતે કરવી અને પોતાનું જીવન દેશ માટે આપી શકો છો અને એનું એક સાચું ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.

પ્રશ્નઆજથી માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાન ચાલુ થયું, તો આ અભિયાનમાં તમે એક અભિનેતા તરીકે જોડાણા છો કે પછી રાજનીતિમાં આવવાનો અત્યારથી જ વિચાર છે?

જવાબબેઝિકલી જોવા જઈએ તો હું 19 વર્ષનો હતો ત્યારથી રાજનીતિ વિશે જાણું છું. કારણ કે, મારો અભ્યાસ પોલિટિકલ સાયન્સનો છે. તો મને રાજનીતિ વિશે જ્ઞાન તો છે, પરંતુ પ્રોપરલી રાજનીતિમાં આવું એના માટે હજુ ઘણી બધી વાર છે, પરંતુ હું એક અભિનેતા (dev joshi actor) તરીકે એ ચોક્કસ ઇચ્છું છું કે, જેટલા પણ યુવાઓ છે. એ આમાં મતદાન કરે એ હમણાં મારું કાર્ય છે અને હું બસ એટલું જ ઈચ્છું છું કે લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે.

ABOUT THE AUTHOR

...view details