ગુજરાત

gujarat

ETV Bharat / city

બંધનું પાલન કરાવવા જતાં કોંગ્રેસના નેતા કમળાબેન ચાવડાની અટકાયત - ભારત બંધ

ભારત બંધના પાલન માટે કોંગ્રેસ દ્વારા બનતા પ્રયાસો કરવમાં આવી રહ્યાં છે. પરંતુ બંધ કરાવવા માટે બહાર નીકળે તે પહેલાં જ અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા કમળાબેન ચાવડાની અટકાયત કરી લેવામાં આવી હતી.

બંધનું પાલન કરાવવા જતાં કોંગ્રેસના નેતા કમળાબેન ચાવડાની અટકાયત
બંધનું પાલન કરાવવા જતાં કોંગ્રેસના નેતા કમળાબેન ચાવડાની અટકાયત

By

Published : Dec 8, 2020, 3:02 PM IST

Updated : Dec 8, 2020, 6:10 PM IST

  • ખેડૂતોના સમર્થનમાં બંધ
  • શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓએ આપ્યું સમર્થન
  • બંધ કરાવવા જતાં કોંગ્રેસના નેતા કમળાબેન ચાવડાની અટકાયત

અમદાવાદઃ સમગ્ર દેશમાં ખેડૂતોને ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવા માટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદમાં પણ બંધનું પાલન થાય તે માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બનતાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં હતાં. સરકારે ગઈકાલ એટલે કે સોમવારની રાતથી જ સાવચેતીના પગલાંરુપે કોંગ્રેસના કાર્યકર્તાઓ ધમાલ ન કરે તેની તૈયારી કરી લીધી હતી. જેને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓને ભારત બંધનું એલાન પળાવવામાં સારીએવી મુશ્કેલીનો સામનો કરવાનો થયો હતો.

બંધનું પાલન કરાવવા જતાં કોંગ્રેસના નેતા કમળાબેન ચાવડાની અટકાયત
  • વિરોધ કરતાં પહેલાં જ કાર્યકર્તાઓની અટકાયત

કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શહેરમાં સવારથી જ દુકાનો બંધ કરાવવાના કાર્યક્રમ માટે બહાર નીકળતાં હતાં. તે પહેલાં જ કોંગ્રેસના નેતા કમળાબેન ચાવડાની કાગડાપીઠ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. એએમસી નેતાની અટકાયતને લઇને કોંગ્રેસના કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઈ હતી પરંત પોલીસની સખ્તાઈને પગલે તેઓએ વિરોધ કાર્યક્રમ પડતાં મૂકવાની ફરજ પડી રહી હતી.

Last Updated : Dec 8, 2020, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details