● નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદની ન્યૂ કિડની હોસ્પિટલની મુલાકાત લીધી
● 500 કરોડના ખર્ચે બની રહી છે હોસ્પિટલ
● 800થી વધી બેડની કેપેસિટી
● 350-400 બેડ કોવિડ દર્દીઓ માટે ફાળવાશે
● અઠવાડિયામાં કોવિડ કેર માટે સજ્જ થશે હોસ્પિટલ
અમદાવાદઃ નીતિન પટેલની સાથે અધિક સચિવ પંકજ કુમાર અને આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ ઉપસ્થિત હતા. નીતિન પટેલે જણાવ્યું હતું કે, ન્યુ કિડની હોસ્પિટલનું બિલ્ડીંગ વિકસિત થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે અહીં આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં તે સમયમાં સીવીલ હોસ્પિટલ કેમ્પસ વિકસિત થયું છે. સમગ્ર રાજ્ય ઉપરાંત આસપાસના રાજ્યમાંથી પણ લોકો સારવાર લેવા સિવિલ કેમ્પસમાં આવે છે.
350-400 બેડ કોવિડ દર્દીઓ માટે ફાળવાશે ●500 કરોડથી વધુના ખર્ચે બની રહી છે ન્યુ કિડની હોસ્પિટલઆ ન્યુ કિડની હોસ્પિટલ 150 કરોડથી વધુના ખર્ચે બની રહી છે. આવતા વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં સંપૂર્ણ હોસ્પિટલ તૈયાર થઈ જશે. આ કિડની હોસ્પિટલમાં અત્યારે કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવશે. જેમાં ઓક્સિજન આપૂર્તિની પણ સમીક્ષા કરવામાં આવી છે. વેન્ટિલેટર ભારત સરકાર દ્વારા અપાઈ રહ્યા છ 1200 બેડની સિવિલ હોસ્પિટલમાંમ બીજા 60 ICU બેડ આવશે. જ્યારે આ ન્યુ હોસ્પિટલમાં 56 ICU બેડ આવશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલ નિર્ણય પ્રમાણે અહીં 350-400 જેટલા કોવિડ બેડ સાત દિવસની અંદર શરૂ ઉપલબ્ધ થશે. આ હોસ્પિટલની ક્ષમતા 800 થી વધુ બેડની છે. એટલે કે 50 ટકા જેટલા બેડ કોવિડ દર્દીઓ માટે આરક્ષિત રહેશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદની ન્યૂ કિડની હોસ્પિટલમાં કોવિડ વોર્ડ શરૂ કરવા સમીક્ષા કરી ●RT-PCR અને રેપીડ ટેસ્ટિંગની સંખ્યા વધારાઇઆ ઉપરાંત સરકારે કોરોનાને નાથવા માટે ધનવંતરી રથ શરૂ કર્યા છે. વિનામૂલ્યે દવાઓ નાગરિકોને અપાઈ રહી છે. RT-PCR અને રેપીડ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. સ્થાનિક સરકારની માંગણી મુજબ વ્યવસ્થાઓ આપવામાં આવે છે. કઠવાડા ખાતે આવેલ 108 ના હેડક્વાર્ટર્સ દ્વારા કોવિડ દર્દીઓના ફોનના આધારે મોનિટરિંગ કરવામાં આવે છે.●આ તમામ તૈયારી કોરોના અગમચેતી માટેઆ તમામ તૈયારીઓ આગમચેતીને લઈને છે. સુરત રાજકોટ અને જામનગરમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત કોવિડ સિવાય રાજ્યની સરકારી હોસ્પિટલમાં રોજના 80 હજાર જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે.સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને કોરોનાના વધતા કેસોને લઈને ટકોર કરી હતી. તે વિશે બોલતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે પ્રમાણે લોકો બેદરકારી દાખવી રહ્યા છે અને કોરોનાના કેસો વધી રહ્યા છે. તેની ઉપર સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે, હોસ્પિટલો અંગે સુપ્રીમ કોર્ટે ટકોર કરી નથી.