- DEOદ્વારા ઓનલાઇન અભ્યાસક્રમને લઈને ચેકિંગ હાથ ધરાશે
- કેટલો અભ્યાસક્રમ ચાલ્યો તેની વિગતો મગાવશે
- સ્કૂલ દ્વારા બાકી રહેતો અભ્યાસક્રમ પૂર્ણ કરવા તાકીદ
અમદાવાદઃ કોરોના મહામારીને લઈને સ્કૂલોમાં ઓનલાઇન ભણાવવામાં આવતું હતું. પરંતુ કેટલીક ફરિયાદો પણ સામે આવી હતી કે કેટલીક સ્કૂલમાં ઓનલાઇન અભ્યાસ ઓછો ભણાવવામાં આવ્યો છે. ત્યારે તેને લઈને જિલ્લા શિક્ષણધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવશે કે દરેક સ્કૂલમાં કેટલો અભ્યાસક્રમ ચાલ્યો છે. વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવવામાં આવે છે વગેરે સમગ્ર બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
DEO દ્વારા અમદાવાદની સ્કૂલોમાં અભ્યાસક્રમ મામલે ચેકિંગ હાથ ધરાયું - Exams
કોરોના મહામારીને લઈને સ્કૂલોમાં ઓનલાઇન અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તેને લઈને સરકાર દ્વારા 30 ટકા અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો હતો. આ બાબતે DEO દ્વારા સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે દરેક સ્કૂલોને અગાઉ પણ ઓનલાઇન અભ્યાસ પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી હતી.
DEO દ્વારા સ્કૂલોમાં અભ્યાસક્રમ મામલે ચેકિંગ
આ પણ વાંચોઃસ્કૂલમાં ઓફલાઈન પરીક્ષા આપવા બાબતે વાલીઓએ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર
પરીક્ષાઓ નજીક આવતાં કરાઈ તાકીદ
આગામી સમયમાં પરીક્ષાઓ નજીક આવતી હોવાથી દરેક સ્કૂલને 70 ટકા અભ્યાસક્રમ પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. જે સ્કૂલનો અભ્યાસક્રમ બાકી રહેશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.