- સિંધુભવન રોડ પરનું મંદિર તોડવાની કામગીરી
- દબાણ દૂર કરવા માટે કામગીરી કરતાં હોવાનું કોર્પોરેશનનું કાર્ય
- દબાણ દૂર કરવાની કામગીરી મુદ્દે વીએચપી અને સ્થાનિકોમાં રોષ
- કોર્પોરેશનની અણઘડ કામગીરી મુદ્દે સ્થાનિકોમાં રોષ
અમદાવાદઃ અધિકારીઓ દ્વારા શહેરમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ અધિકારીઓને સાથે રાખીને મંદિરના તોડકામ માટે પહોંચ્યાં હતાં. પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.
- અગાઉ પણ મંદિર તોડવા મુદ્દે થયો છે વિરોધ
મંદિર તોડવાની કામગીરી શરૂ કરાતાં ધાર્મિક સંસ્થાં અને સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યાં છે. કોઈપણ પ્રકારની વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નથી આવી. અગાઉ પણ મંદિર તોડવા માટેના 3 વખત પ્રયાસ થયાં છે. ત્યારે પણ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ફરી મંદિર તોડવા માટેની કામગીરી કરાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોના વિરોધ બાદ અધિકારીઓ અસમંજસમાં મૂકાયાં છે. મંદિર તોડવું કે નહી તે મુદ્દે હવે લોકોની લાગણીને ધ્યાનમાં રાખી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે કે નહી તે જોવાનું રહ્યું.
અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલું મંદિર તોડવાની કામગીરી કરાતાં ધાર્મિક સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો - એએમસી
અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા માતાજીનું મંદિર તોડવા અને દબાણો દૂર કરવા માટેની કામગીરી કરવા માટે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પહોંચ્યાં હતાં. જેને લઈને વિશ્વ હિંદુ પરિષદ અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કોર્પોરેશન દ્વારા આ મંદિર ન તોડવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
સિંધુભવન રોડ પર આવેલું મંદિર તોડવાની કામગીરી, ધાર્મિક સંસ્થાઓએ વિરોધ નોઁધાવ્યો