અમદાવાદઃ રાહુલ ગાંધી પર નોટબંધી દરમિયાન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્ક(ADC)માં ચલણી નોટો બદલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઈ અમદાવાદ ડિસ્ટ્રિકટ બેન્ક દ્વારા રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલા પર મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં બદનક્ષી કેસ મામલે મેટ્રો કોર્ટમાં સુનાવણી, રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાત - મેટ્રો કોર્ટ સુનાવણી
રાહુલ ગાંધી પર ચાલી રહેલા બદનક્ષી કેસ મામલે શનિવારે મેટ્રો કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.
Rahul gandhi
આ મામલે શનિવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. બદલનક્ષી કેસમાં આવતા શનિવારે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા સામે આ કેસની સુનાવણી કરવામાં આવશે. જોકે અગાઉ રાહુલ ગાંધીએ કોર્ટમાં આ આક્ષેપોને નકાર્યા છે.
નોધનીય છે કે હાલ ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન ADC ના અધિકારીઓએ અમિત શાહ સાથે આ મામલે ચર્ચા કરી હતી.