અમદાવાદઃ બોટાદ લઠ્ઠાકાંડના (Botad Latthakand Case) આરોપીઓને અમદાવાદની હોસ્પિટલોમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. અહીં SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન (Latha Kand patient in SVP Hospital) વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે ભાવનગરમાં લઠ્ઠાકાંડના કારણે કુલ 18 લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી એક દર્દીનું મોડી રાત્રે મૃત્યુ થયું હતું. જ્યારે અહીં 97 જેટલા લોકો સારવાર હેઠળ છે.
SVPમાં સારવાર દરમિયાન લઠ્ઠાકાંડના દર્દીનું મોત - Latha Kand patient in SVP Hospital
અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં બોટાદ લઠ્ઠાકાંડના (Botad Latthakand Case) આરોપીને દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે અહીં સારવાર દરમિયાન એક દર્દીનું મોત થયું છે. જ્યારે ભાવનગરમાં રાત્રે વધુ એક દર્દીનું મૃત્યુ થયું હતું.
SVPમાં સારવાર દરમિયાન લઠ્ઠાકાંડના દર્દીનું મોત
હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો -અમદાવાદ, ભાવનગર અને બોટાદની સરકારી હોસ્પિટલોમાં 60થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. તો જિલ્લાનો મૃત્યુઆંક 39એ પહોંચ્યો છે. જ્યારે ભાવનગરની હોસ્પિટલમાં દર્દીઓ સતત દાખલ થઈ રહ્યા છે. અત્યાર સુધી અહીં 97 દર્દીઓને સારવાર માટે લવાયા છે. તેમાંથી 17 દર્દીના મૃત્યુ થયા છે. તો 80 દર્દી સારવાર હેઠળ છે.
Last Updated : Jul 27, 2022, 12:31 PM IST