ગુજરાત

gujarat

ETV Bharat / city

Dakor Fagni Poonam Mela 2022: ડાકોર મેળામાં આ 2 રસ્તેથી વાહન લઇને ન જતાં, અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું - જશોદાનગરથી હાથીજણ સર્કલ રોડ

ડાકોરમાં ફાગણ સુદ પૂનમના મેળામાં (Dakor Fagni Poonam Mela 2022) પગપાળા જતા ભક્તોને મુશ્કેલી ન પડે તેથી જશોદાનગરથી ડાકોર જતાં 2 રસ્તાઓ પર વાહનો માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા આ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Dakor Fagni Poonam Mela 2022: ડાકોર મેળામાં આ 2 રસ્તેથી વાહન લઇને ન જતાં, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામું
Dakor Fagni Poonam Mela 2022: ડાકોર મેળામાં આ 2 રસ્તેથી વાહન લઇને ન જતાં, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામું

By

Published : Mar 14, 2022, 7:34 PM IST

અમદાવાદ: રાજ્યમાં ખેડા જિલ્લાના ડાકોરના રણછોડરાયજીના મંદિરે આગામી ફાગણ સુદ પૂનમના દિવસે મેળો (Dakor Fagni Poonam Mela 2022) હોવાથી પગપાળા યાત્રિકો દર્શન કરવા જશે. જેને લઇને જશોદાનગરથી ડાકોર (Jashodanagar to Dakor) તરફ જતાં 2 રસ્તા પર તમામ પ્રકારના વાહનોની આવન-જાવન પર પ્રતિબંધ (Restrictions on movement of vehicles Dakor) લાદી દેવામાં આવ્યો છે. તેના માટે અન્ય વૈકલ્પિક રુટ (Alternate route for dakor) પણ આપવામાં આવ્યા છે.

પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પડાયું.

હાથીજણ સર્કલથી ડાકોર જવાના રોડ પર વાહનો માટે પ્રતિબંધ -આ મેળાને લઇને લોકો પગપાળાદર્શનકરવા મોટી સંખ્યામાં જતાં હોય છે. જો કે ભૂતકાળમાં અનેક યાત્રિકો પગપાળા જતાં અકસ્માત (Road Accidents Dakor)નો ભોગ બનેલા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવેલી છે. તેને લઇને દર વખતની જેમ આ વખતે પણ પોલીસ કમિશનર (ahmedabad police commissioner) દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. તેને લઇને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આગામી 14 માર્ચથી 18 માર્ચ દરમિયાન હાથીજણ સર્કલથી હીરાપુર ચોકડીથી લઇને ડાકોર (hathijan circle to dakor) સુધી જવાના રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Dakor Fagni Poonam Mela 2022: ફાગણી પૂનમ નિમિત્તે ઠાકોરજીના દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

અસલાલી રિંગ રોડ તરફ આવન-જાવન કરી શકાશે -જશોદાનગર ચાર રસ્તાથી હાથીજણ સર્કલ સુધીનો માર્ગ (jashoda nagar to hathijan circle road) પણ 14મી માર્ચથી 18 માર્ચ સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જેના વૈકલ્પિક રુટ હાથીજણ સર્કલથી તમામ વાહનો રિંગ રોડ બંને તરફ ડાયવર્ટ થઇ એક્સપ્રેસ હાઇવે તથા અસલાલી રિંગ રોડ તરફ આવન-જાવન કરી શકશે.

આ પણ વાંચો:Dakor Temple Faguni Melo News : ધામધૂમથી યોજાશે ડાકોરના ઠાકોરનો ફાગણી પૂનમનો મેળો, જાણો વિગતો

અકસ્માતના બનાવો ન બને તે માટે લેવાયો નિર્ણય -જશોદાનગર તરફ જતાં વાહન વ્યવહારો એક્સપ્રેસ વે તરફ તથા નારોલ સર્કલ (narol circle ring road) તરફ આવન-જાવન કરી શકશે. હાથીજણ સર્કલથી તમામ વાહનો રિંગ રોડ પર બંને તરફ ડાયવર્ટ થઇ એક્સપ્રેસ હાઇવે તથા અસલાલી રિંગ રોડ તરફ આવન જાવન કરી શકશે. કોઈપણ પ્રકારે પદયાત્રિકોને મુશ્કેલી ન પડે અને કોઈપણ અકસ્માતનો બનાવ ન બને તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details