અમદાવાદઃ અમદાવાદના એક યુવક પાસે પેટીએમ KYC અપડેટ કરાવવા માટે ફોન આવ્યો હતો. જે ફોન આવતાં ક્રેડિટ કાર્ડની વિગત અને પિન આપતાં કુલ 10,95,261રૂપિયાનું ટ્રાન્જેકશન થયું હતું જે અંગે યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પણ KYC અપડેટ કરવાના બહાને અનેક લોકો છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પણ નોંધાઇ હતી. જે મામલે સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.
પેટીએમ KYC અપડેટના બહાને છેતરપિંડી કરતી ગેંગના આરોપીઓને સાયબર ક્રાઈમે ઝારખંડમાંથી ઝડપ્યાં મોટી રકમની છેતરપિંડી કરતાં સાયબર ક્રાઈમેં ટેક્નિકલ એનાલિસિસ કર્યું ત્યારે જાણવા મળ્યું હતું કે સમગ્ર રેકેટ જામતારા, ગીહડિહ ઝારખંડ ખાતેથી ચાલી રહ્યું હતું. જેથી સાયબર ક્રાઈમની ટીમ ઝારખંડ પહોંચી હતી અને અલગ અલગ વેશ ધારણ કરીને આરોપીઓ પૈકી 3 આરોપીને ઝડપી પાડ્યાં હતાં અને એક આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરી હતી.આ સમગ્ર રેકેટ અજય મંડલ અને કુદનકુમાર મંડલ ચલાવતાં હતાં.આ બંને મુખ્ય આરોપી એક મેસેજ બ્લાસ્ટ કરાવતાં હતાં અને તે બાદ કોલર કોલ કરીને ભોગ બનનારને કોલ કરતાં હતાં અને પેટીએમની વિગત મેળવતાં હતાં. બાદમાં નાણાંની છેતરપિંડી કરીને નાણાંથી ઓનલાઈન એમેઝોનમાંથી ગિફ્ટ વાઉચર ખરીદી કરતાં હતાં.ગિફ્ટ વાઉચર પકડાયેલ પૈકી એક આરોપી શિવમને આપતાં હતાં.શિવમ 5 ટકા કમિશન રાખીને અમદાવાદથી પકડાયેલા આરોપી ગૌસુલને આપતો હતો અને ગૌસુલ કમિશન લઈને લોકોના ઓનલાઈન યુટિલિટી બિલ, લાઈટબિલ, રિચાર્જ, ફોન બિલ વગેરે ભરતો હતો અને મળેલી રોકડ રકમ અજય મંડલે આપેલ બેન્ક એકાઉન્ટમાં રોકડ રકમ જમા કરાવવાની રહેતી હતી.હજુ 2 આરોપીને અમદાવાદ લાવવામાં આવ્યાં છે જ્યારે અન્ય 2 આરોપીઓ હજુ ઝારખંડમાં છે. જ્યાં સાયબર ક્રાઈમની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે. આરોપીઓ જે જગ્યા પર રહેતાં હતાં તે નકસલવાદથી પ્રભાવિત જગ્યા છે જેથી પોલીસની ટીમ જીવના જોખમે પહોંચી હતી.હાલ 2 આરોપીને અમદાવાદ લવાયાં છે અને તેમની પાસેથી 50 જેટલા બેન્ક એકાઉન્ટ પણ મેળવવામાં આવ્યાં છે,વધુ આરોપીઓ અમદાવાદ લવાશે. બાદમાં વધુ વિગત જાણવા મળશે.