ગુજરાત

gujarat

ETV Bharat / city

Cyber Crime Prevention : સાયબર ક્રાઈમથી બચવા શું ધ્યાન રાખશો, એક્સપર્ટ આપી રહ્યા છે ટિપ્સ - નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ

સાયબર ક્રાઈમથી બચવા માટે સૌથી અસરકારક ઉપાય શું છે તે જાણવા ક્લિક કરો વિડીયો અને સાયબર એક્સપર્ટ ધ્રુવ પંડિતની ટિપ્સ (cybercrime Prevention) જાણો.

સાયબર સ્વચ્છ કેન્દ્ર ગવર્મેન્ટ ફ્રી ટુલ્સ
cyber crime Prevention

By

Published : Feb 11, 2022, 9:25 PM IST

Updated : Jun 27, 2022, 12:28 PM IST

અમદાવાદઃ ભારતમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટનો ક્રેઝ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. તેની સામે સાયબર ક્રાઇમનો રેશિયો પણ વધ્યો છે. તમે ડિજિટલનો ઉપયોગ કરો, પણ સાયબર ક્રાઈમનો (cybercrime Prevention) શિકાર ન બનો તે માટે ઈ ટીવી ભારતે એક પ્રયાસ કર્યો છે કે આપને અમે અવેર (cybercrime Prevention) કરીશું કે શું ધ્યાન રાખવું જોઈએ? આ વિષય સાથે ઈ ટીવી ભારત ગુજરાતના સંવાદદાતા રાહુલ ત્રિવેદી સાથે સાયબર ક્રાઈમ એક્સપર્ટ ધ્રુવ પંડિત (Cyber Expert Dhruv Pandit Ahmedabad ) રૂબરુ થયાં છે. આવો જાણીએ.

સાયબર ક્રાઈમથી બચવા શું ધ્યાન રાખશો

155260 હેલ્પલાઇન નંબર

હાલના સમયમાં સાયબર ક્રાઈમના કિસ્સા વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે બેંકના ખાતામાંથી પૈસા કપાઇ જવા, બ્લેકમેલ કરવા, સાયબર ક્રાઇમનો મુખ્ય ઉદ્દેશ તમારી પાસે પૈસાથી માંગણી કરવી અને તમારા પર્સનલ ડેટાની ચોરી કરવી વગેરે હોય છે. તેની સામે સરકાર દ્નારા 155260 હેલ્પલાઇન નંબર શરુ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા "સાયબર સ્વચ્છ કેન્દ્ર ગવર્મેન્ટ ફ્રી ટુલ્સ"માં (Cyber Swachhta Kendra Security Tools) મોબાઇલ, લેપટોપની સિક્યુરિટીમાં અપલોડ કરી શકાય છે, જે ગવર્મેન્ટ ઓથોરિટી સાથે છે. આમ દરેક બાબત ધ્યાનમાં રાખી સાયબર ક્રાઇમથી બચી (cybercrime Prevention) શકાય છે.

આ પણ વાંચોઃ વધતા જતા સાયબર ક્રાઈમને લઈને શું તકેદારી રાખવી જોઈએ જાણો..

પ્રશ્ન - સાયબર ક્રાઇમથી બચવા શું કરવું જોઇએ ?

જવાબ- સાયબર ક્રાઇમ એવી વસ્તુ છે. જે ડિજિટલ ભારત થઇ રહ્યું છે. લોકો પણ આત્મનિર્ભર થઇ રહ્યા છે. બાળકો પહેલા મોબાઇલ અને લેપટોપમાં ભાર આપવામાં આવતો ન હતો પણ કોરોનાના મહામારી બાદ દેશમાં ઓનલાઇન શિક્ષણ ભારે પ્રમાણ જોવા મળી રહ્યું છે. દેશમાં ઇન્ટરનેટનો વ્યાપ પણ વધારે જોવા મળી રહ્યો છે. હાલનાં સમયમાં જો ઇન્ટરનેટ ન હોત તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાલમાં કોઇ વસ્તુની ખરીદી કરવા જઇએ તો ત્યાં પોતાના પાકીટ સાચવીને રાખવાની સુચના આપવામાં આવતી હતી. પણ હવે તે પણ ઓનલાઇન એટલે ઇ-વોલેટ જોવા મળી રહ્યા છે. જ્યારે આપણે પૈસાની આપ-લે કરીએ ત્યારે ખાસ કરીને OTPની કોઇને ન આપીએ તેની ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આપણે હાલ સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક,ઇસ્ટાગ્રામ,વોટ્સઅપમાં ઓળખતા ન હોય તેમની રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરો. પોતાનો વિડીયો, ફોટો શેર કરતી વખતે પણ ધ્યાન રાખો ખાસ કરી ટેક્નોલોજીને ધ્યાન રાખીને શેર કરવા સાયબર ક્રાઇમનો મુખ્ય ઉદ્દેશ માત્ર બે જ છે.એ ક તમારી પાસે પૈસાથી માંગણી કરવી અને તમારા પર્સનલ ડેટાની ચોરી કરવી. આવા સાયબર ફ્રોડથી બચવા માટે સાયબર ક્રાઇમના તાજા સમાચાર વાંચતા (cybercrime Prevention) રહેવું ખુબ જ જરુરી છે.

પ્રશ્ન- સાયબર ક્રાઇમ કેટલા પ્રકારના હોય છે ?

જવાબ - સાયબર ક્રાઇમમાં OLX ફ્રોડ ચાલુ થયો છે. જેમાં પોલીસ,આર્મીના નામે ફેક એકાઉન્ટ બનાવી તમારી સાથે ફ્રોડ કરવામાં આવે છે. જેમ કે OLX પોતાની જે બાઇક વેચવાની હોય તે બાઇક મુકવામાં આવે છે. સામેવાળા પોલીસ કે ફોજી સમજી તેની પાસે પૈસા કે અન્ય રીતે તેની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. તમે જે વ્યકિતને ઓળખતા ન હોય તો તે વ્યકિતથી સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરો. કેમ કે તેવા લોકો પહેલા તમારી સાથે ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી સાથે રોમેન્ટીક વાતો કરશે અને પોતાનો મોબાઇલ નંબર શેર કરશે. ત્યારબાદ તમારા મોબાઇલ પર ઓટોમેટિક ફ્રોડ વિડીયો કોલ આવાના શરુ થઇ જાય છે .જેનાથી તમારો પોર્ન વિડીયો બનાવીને તમને બ્લેકમેલ કરશે. તમારી સાથે પૈસાની માંગણી કરશે અથવા તમને બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવશે. હાલના સમયમાં ખાસ કરીને ભારતમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી વધી ગઇ છે. ખાસ કરીને પહેલા નાના બાળકોને કિડનેપ કરીને ચાર રસ્તા પર ભીખ મંગાવવામાં આવતી હતી. તેમની સાથે ચાઇલ્ડ પોર્નોગ્રાફી પણ કરવામાં આવતી હતી. જે કોરોનાકાળ પછી વધારે પ્રમાણ જોવા મળી રહ્યું છે. હવે તમારા ડેટા ચોરી કરીને મોબાઇલ લેપટોપ હેક કરશે. ડેટા ચોરી કરશે તમારા ડેટા પાછા મેળવવા તમારી પાસે પૈસાની માંગણી કરશે આવા પ્રકાર ફ્રોડ જોવા મળી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી જનતામાં જાગૃતિ (cybercrime Prevention) નહીં આવે ત્યાં સુધી સાઇબર ક્રાઇમ અટકાવી શકાશે નહીં.

પ્રશ્ન - હાલના સમયમાં જે સાયબર ક્રાઇમના ભોગ બની રહ્યા છે. તે લોકોને સરકાર કે પોલીસ કઇ રીતે મદદ કરે છે ?

જવાબ- તમે ભુલના કારણે સાયબર ક્રાઇમનો ભોગ બનો છો. તો તરત જ પોલીસ કે સાયબર ક્રાઇમનો સંપર્ક કરી જાણ કરો. આ સાયબર ક્રાઇમની સંસ્થા જ જનતાની સમસ્યાઓને દૂર કરવા માટે જ રચના કરવામાં આવી છે. જે તમારી ફરિયાદ લખીને તમને મદદ કરશે સાથે સાથે તમારા ચોરી થયેલા ડેટા કે તમારા પૈસા પણ પરત લાવવામાં સંપૂર્ણ મદદ કરશે.

પ્રશ્ન - હાલમાં સરકાર દ્વારા સાવચેતીના પગલાં લેવાય છે, જે સાયબર ક્રાઇમથી કેવી રીતે બચાવી શકે છે ?

જવાબ-કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્નારા દરેક શહેરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જેના કારણે તમે સાયબર સેલનો ભોગ બનો તો તરત જ ત્યાં જઇ અરજી કરી શકો છો. તમે ગમે ત્યારે સાયબર ક્રાઇમનો ભોગ બનો તો સરકાર દ્વારા 155260 હેલ્પ લાઇન નંબર શરુ કરવામાં આવ્યો છે. તેના પર ફોન કરશો તો પણ તમને મદદ કરશે. કેન્દ્ર સરકાર દ્નારા "નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ" (National Cyber Crime Portal) બનાવવામાં આવ્યું છે. જેમાં બાળકો માટે સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય તે માટે બુક પર મુકવામાં આવી છે. આ ઉપરાંત તે પોર્ટલ પર જઇને તેમને અરજી પણ કરી શકે છે. તમે જ્યારે ભોગ બન્યા છો છતાં અરજી કરો ત્યાં તમારું નામ ત્યાં ગુપ્ત રાખીને કેસની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત સરકાર દ્વારા "સાયબર સ્વચ્છ કેન્દ્ર ગવર્મેન્ટ ફ્રી ટુલ્સ"માં (Cyber Swachhta Kendra Security Tools) મોબાઇલ,લેપટોપની સિક્યુરીટીમાં અપલોડ કરી શકાય છે. જે ગવર્મેન્ટ ઓથોરિટી સાથે છે.આમ દરેક બાબત ધ્યાનમાં રાખી સાઇબર ક્રાઇમથી (cybercrime Prevention) બચી શકાય છે.

આ પણ વાંચોઃ Exclusive Interview Bharat Pandya: મને અટલજીના અસ્થિ વિસર્જન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતુ: ભરત પંડ્યા

જ્યારે તમે સાયબર ક્રાઇમનો ભોગ બનો છો તો તરત જ પોલીસ અથવા સાયબર ક્રાઇમનો સંપર્ક કરી અરજી કરો. જેથી તમે તમારા પૈસા કે ડેટાને વધારે નુકશાન (cybercrime Prevention) થતાં અટકાવી શકાય છે.

Last Updated : Jun 27, 2022, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details