ગુજરાત

gujarat

ETV Bharat / city

ગમે તે પોસ્ટ મૂકતા કે શેર કરતા પહેલા વિચારજો, પોલીસે શરૂ કર્યું છે આવું કામ - અમદાવાદ સાયબર સેલ

દેશમાં નુપુર શર્માના નિવેદન (Nupur Sharma Controversial Statement) સામે અનેક રાજ્યમાં હિંસા ફાટી નીકળી છે. અનેક એવા મહાનગરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો ક્યાંક 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. એવામાં પોલીસ હવે ઈન્ટરનેટ પર સતત (Social Media Observations) નજર રાખી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર પોલીસની બાજ નજર છે. સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક (Provocation line Post) પોસ્ટ મૂકનારની પોલીસે ધરપકડ કરી છે.

ગમે પોસ્ટ મૂકતા કે શેર કરતા પહેલા વિચારજો,પોલીસે શરૂ કર્યું છે આવું કામ
ગમે પોસ્ટ મૂકતા કે શેર કરતા પહેલા વિચારજો,પોલીસે શરૂ કર્યું છે આવું કામ

By

Published : Jun 12, 2022, 6:33 PM IST

અમદાવાદ: જો તમે તમારા સોશિયલ મીડિયા પર ગમે તે પોસ્ટ મૂકતા હોવ કે કોઈની પોસ્ટ શેર કરતા હોવ તો ચેતી જજો. રાજ્યના મહાનગર અમદાવાદમાંથી (Ahmedabad Cyber Crime Unit) એક ચેતવણી રૂપી કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવાને રાંચી અને ઉત્તર પ્રદેશમાં થયેલી હિંસા (Violence In UP And Ranchi) મામલે ઉશ્કેરણીજનક (Provocation Post On Social Media) પોસ્ટ મૂકી હતી. એટલું જ નહીં વોટ્સએપના ગ્રૂપમાં પણ આ અંગે પોસ્ટ કરી હતી.

આ પણ વાંચો:મૈત્રી કરાર મામલે માથાકૂટ, પૂર્વ પતિ સહિત બે આરોપીઓની ધરપકડ

યુવાનની ધરપકડ: સાયબર ક્રાઈમ અમદાવાદની ટીમે એક ઓબઝર્વેશન અંતર્ગત (Social Media Surveillance) એક યુવાનની ધરપકડ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર જ્ઞાતિ વિશે ભડકાવું અને કોમવાદ ફેલાવતા મેસેજ કરતા ઈસમને સાયબર ક્રાઇમ એ પકડી પડ્યો છે.

આ પણ વાંચો:દિલ્હીની જામા મસ્જિદ પર પ્રદર્શન મામલે બે આરોપીઓની ધરપકડ, 153Aની લગાવાઈ કલમ

નુપુર શર્મા ક્નેક્શન: મોહમ્મદ પયગંબર અંગેની અપમાનજનક ટિપ્પણીને લઈને નૂપુર શર્માનો ગુજરાત સહિત દેશના અનેક રાજ્યમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં આ યુવાને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં રહેતા ઇરશાહ મોહંમદ અંસારીએ રાંચી અને ઉત્તરપ્રદેશમાં ચાલતા વિરોધ મુદ્દે પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા-ફેસબુક- whatsapp ના માધ્યમથી મુસ્લિમ સમુદાયમાં ઉશ્કેરણીજનક મેસેજ લખીને વિસ્તારમાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરી હતી. આ અંગેની સમગ્ર માહિતી અમદાવાદ સાઇબર ક્રાઇમને મળતા ઈરશાહ અંસારીની ધરપકડ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details