ગુજરાત

gujarat

ETV Bharat / city

Crime In Ahmedabad: શાહીબાગમાં જમીન દલાલના ઘરે લાકડી-તલવાર વડે હુમલો, નિવૃત પોલીસ પુત્ર સહિત 6ની ધરપકડ

અમદાવાદના શાહીબાગમાં જમીન દલાલના ઘરે તોડફોડ (Crime In Ahmedabad) કરનારા 6 અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે. 6 આરોપીઓમાંથી મુખ્ય આરોપી ઊંચા વ્યાજે પૈસા આપે છે. મકાન દલાલીએ આરોપી અને અન્ય એક વ્યક્તિ વચ્ચે પૈસાની લેતીદેતી મામલે સમાધાન કરાવ્યું હતું. આરોપીએ અદાવત રાખીને આ હુમલો કર્યો હતો.

Crime In Ahmedabad: શાહીબાગમાં જમીન દલાલના ઘરે લાકડી-તલવાર વડે હુમલો, નિવૃત પોલીસ પુત્ર સહિત 6ની ધરપકડ
Crime In Ahmedabad: શાહીબાગમાં જમીન દલાલના ઘરે લાકડી-તલવાર વડે હુમલો, નિવૃત પોલીસ પુત્ર સહિત 6ની ધરપકડ

By

Published : Mar 29, 2022, 9:56 PM IST

અમદાવાદ: શાહીબાગમાં મકાન દલાલી કરતા વ્યક્તિના ઘરે તોડફોડ (Crime In Ahmedabad) કરનારા અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે નિવૃત પોલીસ કર્મચારીના પુત્ર સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૈસાની લેતીદેતીમાં સમાધાન કરાવાની અદાવત રાખીને મકાન દલાલના ઘરે જઈ તોડફોડ (sabotage in ahmedabad) કરવામાં આવી હતી.

અદાવત રાખીને મકાન દલાલના ઘરે જઈ તોડફોડ.

સમગ્ર ઘટના CCTVમાં કેદ- ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં હિમાંશુ ઉર્ફે હેમુ દેસાઈ, દીપક મોચી, ધાર્મિક માને, રણજીતસિંહ ત્રિલોકી, પ્રકાશ ઉર્ફે અનો ભીલ અને ભાવેશસિંહ ઉર્ફે કાળુ ચૌહાણ છે. આ આરોપીએ પૈસાની લેતીદેતીમાં સમાધાન કરાવવાની અદાવત રાખીને જમીન દલાલ (Land broker In Ahmedabad)ના ઘરે હથિયારો લઈને તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

આ પણ વાંચો:Robbery Case in Ahmedabad : ફરિયાદી બન્યો આરોપી, દેવું થઈ જતાં મિત્ર સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું

શું છે સમગ્ર ઘટના?- ઘટનાની વાત કરીએ તો શાહીબાગ (shahibaug Ahmedabad Crime)માં રહેતા મનીષ જૈન મકાન-જમીન દલાલીનું કામ કરે છે. આજથી 3 વર્ષ પહેલાં મનીષ જૈનના પરિચિત પુનિત શાહે વ્યાજ પર હેમુ દેસાઈ પાસેથી પૈસા લીધા હતા. જે પૈસાની લેતીદેતી મામલે મનીષ જૈને સાથે રહીને સમાધાન કરાવ્યું હતું, જે સમાધાનની અદાવત લઈને વધુ પૈસા પડાવવા હેમુ દેસાઈ અને તેના સાથીઓએ આંતક મચાવ્યો હતો.

ઊંચા વ્યાજે પૈસા આપે છે આરોપી- આરોપી હેમુ દેસાઈના પિતા સંજય દેસાઈ નિવૃત પોલીસ કર્મચારી છે. તેઓ 3 વર્ષ પહેલાં જ નિવૃત થયા છે. હેમુ વિરુદ્ધ અગાઉ પણ મારામારી (Violence In Ahmedabad)ની ફરિયાદ નોંધાઈ છે. હેમુ ફાયનાન્સનો ધંધો કરતો હોવાનું પણ સામે આવ્યું છે. તે ઊંચા વ્યાજે પૈસા આપે છે. એટલું જ નહીં, ફરિયાદી મનીષ જૈને ફોન કરીને ધમકી આપી હતી અને પુનિત શાહ પાસેથી વધુ પૈસા અપાવવા દબાણ કર્યું હતું.

આ પણ વાંચો:Crime In Ahmedabad: નારોલ પોલીસના જાપ્તામાંથી ફરાર 44 ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

લાકડી-તલવાર લઇને તોડફોડ કરી- મનીષ જૈને પૈસા આપવાની ના પાડતા આરોપીઓએ લાકડી, દંડા, તલવાર જેવા હથિયારો વડે મનીષ જૈનના ઘરની બહાર તોડફોડ કરી હતી. અસામાજિક તત્વો (Antisocial elements In Ahmedabad)ની આ તોડફોડની ઘટના CCTVમાં કેદ થઈ હતી. શાહીબાગ પોલીસે નિવૃત પોલીસ કર્મચારીના પુત્ર હેમુ દેસાઇ અને તેના સાથીદારોની ધરપકડ કરી છે. આરોપીએ અગાઉ અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details