ગુજરાત

gujarat

ETV Bharat / city

Crime In Ahmedabad: નારોલ પોલીસના જાપ્તામાંથી ફરાર 44 ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

ક્રાઇમ બ્રાન્ચે નારણપુરા પાસેથી 44 જેટલાં ગુનાના (Crime In Ahmedabad) આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી નારોલ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી સામે અમદાવાદ સુરત હૈદરાબાદ અને બેંગ્લોરમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. આરોપી 2016થી વાહન ચોરી અને ચેઈન સ્નેચિંગ કરતો હતો.

By

Published : Mar 22, 2022, 8:20 PM IST

Crime In Ahmedabad: નારોલ પોલીસના જાપ્તામાંથી ફરાર 44 ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
Crime In Ahmedabad: નારોલ પોલીસના જાપ્તામાંથી ફરાર 44 ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

અમદાવાદ: નારોલ પોલીસે ચેઈન સ્નેચર અનેવાહન ચોરીના (Theft In Ahmedabad) એક આરોપીને થોડા દિવસ અગાઉ ઝડપ્યો હતો. આરોપી નારોલ પોલીસ સ્ટેશન (Narol Police Station)માંથી મોકો જોઇને ફરાર થઇ ગયો હતો. જે બાદ તે અલગ અલગ જગ્યાએ છુપાઈને ફરતો હતો, જેને ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch Ahmedabad) ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઉમેશ ખટીકને નારણપુરા (Crime In Ahmedabad) પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી અગાઉ નારોલ પોલીસ સ્ટેશનમાંથી પોલીસના જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો.

આરોપી અગાઉ નારોલ પોલીસ સ્ટેશનમાંથી પોલીસના જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો:અમદાવાદઃ પોલીસ બનવા માંગતો યુવક ચઢ્યો ચોરીના રવાડે, લાખોની ચોરીને આપ્યો અંજામ

સિવિલ હોસ્પિટલમાં કર્યું હતું એક્ટિવા ચોરી-આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, નારોલમાંથી ભાગ્યા બાદ આરોપી 15 દિવસ રાજસ્થાન જતો રહ્યો હતો. જે બાદ પોલીસની ધોંસ ઓછી થતાં પરત આવ્યો હતો અને ગાંધીનગર તથા અડાલજ વિસ્તારમાં સરકારી હોસ્પિટલ (Government Hospital Adalaj) અને શૌચાલયમાં રહીને ફ્રેશ થતો હતો. જે બાદ સિવિલમાંથી એક્ટિવા ચોરી કર્યું હતું તે લઈને તે ફરતો હતો. કામ પૂરું થાય એટલે કલોલ બસ સ્ટેન્ડ (Kalol Bus Stand) પાસે એક્ટિવા મૂકીને બસમાં બેસીને પાછો રાજસ્થાન જતો રહેતો હતો.

આ પણ વાંચો:Crime In Ahmedabad: રખિયાલમાં મોબાઈલ ચોરીની આશંકાએ આધેડની હત્યા, ઈસ્ત્રીથી આપ્યાં ડામ

અમદાવાદમાં 9 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે ગુના- આરોપી 2016થી વાહન ચોરી અને ચેઈન સ્નેચિંગ (Chain snatching In Ahmedabad)કરતો હતો. અમદાવાદના અલગ-અલગ 9 પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયેલો છે અને કેટલાકમાં તે પકડાયેલો પણ છે. સુરતમાં પણ તેની વિરુદ્ધ અનેક ગુના નોધાયેલા છે અને હૈદરાબાદ તથા બેંગ્લોરમાં પણ 11 ગુના નોધાયેલા છે.

ABOUT THE AUTHOR

...view details