ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: બદલો લેવા માટે 2 વેપારી વિરુદ્ધ સમુહીક દુષ્કર્મની ખોટી ફરિયાદનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

અમદાવાદ શહેરમાં 2 વેપારી વિરુદ્ધ સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. જે બાદમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને વેપારી પર થયેલી દુષ્કર્મની ફરિયાદ ખોટી હોવાનો પર્દાફાશ કર્યો હતો અને બંને વેપારીઓને જેલ મુક્ત કરાવ્યાં હતા.

બદલો લેવા માટે 2 વેપારી વિરુદ્ધ સમુહીક દુષ્કર્મની ખોટી ફરિયાદનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ
બદલો લેવા માટે 2 વેપારી વિરુદ્ધ સમુહીક દુષ્કર્મની ખોટી ફરિયાદનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

By

Published : Jan 19, 2021, 8:10 PM IST

  • વેપારી વિરુદ્ધ થઈ હતી સામુહિક દુષ્કર્મની ફરિયાદ
  • ક્રાઈમ બ્રાન્ચે ખોટી ફરિયાદનો કર્યો પર્દાફાશ
  • જૂની અદાવતનો બદલો લેવા રચ્યું હતું કાવતરું

અમદાવાદઃ શહેરના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં 2 વેપારી વિરુદ્ધ સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. હકીકતમાં ફરિયાદ ખોટી હોવાથી આ મામલે પોલીસ કમિશ્નર દ્વારા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે ઝીણવટ ભરી રીતે તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ઈરફાન અંસારીએ કાવતરું રચ્યું હોવાનું આવ્યું સામે

ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઈરફાન અંસારી અને અજય કોડવાનીના વિરુદ્ધ 2019માં છેતરપિંડી માટે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેથી બંને આરોપીઓએ જેલમાં જવું પડ્યું હતું, જેથી તેની અદાવત રાખીને રાજકુમાર બુંદરાની તથા શુશીલ બજાજ સાથે બદલો લેવા સામુહિક દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી હતી.

કેવી રીતે ખોટા દુષ્કર્મનું કાવતરું રચ્યું?

ઈરફાન અંસારીએ દુકાન ભાડે રાખી હતી અને બાદમાં તે દુકાન પર ફરિયાદીને નોકરી પર રાખ્યાં હતા. બાદમાં દુકાન ભાડે આપી હતી તે નિરજ ગુપ્તા રાજકુમાર બુંદરાની અને શુશીલ બજાજને લાખ રૂપિયાની રકમ આપવાની હોવાની ઉપજાવી કાઢેલ વાત સાચી ઠેરવવા પોતે જથ્થાબંધ કાપડનો વેપાર કરતો હોવાનું ઢોંગ રચી દુકાન ભાડે રાખી હતી અને દુકાનમાં બંનેને બોલાવ્યા હતા.

અન્ય લોકોનું સીમન પણ સ્થળ પર લાવવામાં આવ્યું હતું

બંનેને બોલાવ્યાં અગાઉ ઇરફાને તેના ભાઈઓ સાથે ડબ્બીમાં સીમન મેળવ્યું હતું. તે સ્થળ પર લાવવામાં આવ્યું હતું. બાદમાં બંને વેપારી આવ્યાં હતા અને પરત ગયા હતા ત્યારે દુકાનના ખૂણામાં ચાદર પાથરી હતી અને તેની આસપાસ બંગડીના ટુકડા વેર વિખેર મુક્યાં હતા અને સીમન પણ કપડાં પર ઢોળી નાખ્યું હતું. જે બાદમાં ફરિયાદી યુવતીએ બંને વેપારીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરી હતી. પોલીસે સીમન અને અન્ય રિપોર્ટ FSL માં મોકલાવ્યાં હતા, પરંતુ તે રિપોર્ટ વેપારીઓ સાથે મેચ થતા નથી એટલે વેપારીઓ નિર્દોષ છે, જેથી 40 દિવસ જેલમાં રહીને વેપારીઓને મુક્ત કરાવ્યાં હતા. સમગ્ર મામલે પોલીસે કોર્ટમાં અહેવાલ રજૂ કર્યો છે અને ખોટું કાવતરું રચનારા વિરોધ પણ ગુનો નોંધવામાં આવશે.

2 વેપારી વિરુદ્ધ સમુહીક દુષ્કર્મની ખોટી ફરિયાદનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

ABOUT THE AUTHOR

...view details