12 વર્ષના બાળકની મદદથી ક્રાઈમ બ્રાન્ચે સામુહિક દુષ્કર્મના આરોપીની કરી ધરપકડ - crime branch Arrested Accused of gang rape
અમદાવાદમાં શ્રમજીવી મહિલાને મજૂરી અપાવવાનું કહી બાવળની ઝાડીમાં લઈ જઈ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
અમદાવાદ: સાબરમતી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પૂર્વે મજૂરી કામ કરતી મહિલાને મજૂરી અપાવવાના બહાને 2 ઈસમોએ સવારના સમયે કડિયાનાકા ખાતેથી લઈ જઈને વૈષ્ણોદેવી સર્કલ તરફ આવેલા રેલવેના પાટા પાસે બાવળની ઝાડીમાં લઈ ગયા હતાં. બાદમાં મોઢું દબાવી તથા ઢસડીને એક બીજાની મદદથી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ મહિલાનો ફોન તથા રોકડ એમ કુલ 1800 રુપિયાની લૂંટ કરી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને લૂંટમાં ગયેલા મોબાઈલ ફોન ચાલુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ મોબાઈલ ફોન ટ્રેસ કરતા 12 વર્ષના બાળક પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. બાળકને આ મોબાઈલ ફોન મજૂરીકામ કરતા પપ્પુ માનસિંગ અટીલા નામના યુવકે આપ્યો હતો. આ યુવક અનેક વખત બાળકને મળતો હતો જેથી યુવકને બાળક સિવાય અન્ય કોઈ ઓળખતું નહોતું.