અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર પિક તરફ આગળ ધપી રહી છે. તો બીજીબાજુ કોરોના ટેસ્ટિંગ માટેની સરકારી સગવડો ઓછી પડી રહી છે. ત્યારે ઘણાં લોકો બજારમાં ઉપલબ્ધ સેલ્ફ ટેસ્ટિંગ કિટ (Covid Self Testing Kit Selling Rise) દ્વારા પોતે પોઝિટિવ છે કે નહીં તે જાણી ઘરમાં સારવાર લઇ રહ્યાં છે.
સરકારી આંકડામાં ખાનગી લેબ અને હોમ ટેસ્ટિંગના આંકડા નથી હોતા ત્રણ કંપનીઓની સેલ્ફ ટેસ્ટિંગ કીટ બજારમાં ઉપલબ્ધ
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકો ટેસ્ટ કરાવવા માટે સરકાર અને ખાનગી લેબોરેટરી પર નિર્ભર હતા. જેમાં ટેસ્ટિંગ અને તેના પરિણામનો સમય પણ વધુ હતો. આવી જગ્યાએ ભીડ હોવાથી સંક્રમણ થવાનો ભય પણ વધુ રહેતો. પરંતુ બીજી લહેર બાદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની પરવાનગીથી કેટલીક ખાનગી કંપનીઓએ ટેસ્ટના સારા પરિણામ આપતી સેલ્ફ ટેસ્ટિંગ કિટ (Covid Self Testing Kit Selling Rise) બજારમાં મૂકી છે. જેની કિંમત 250 રૂપિયાની આસપાસ છે.
મોટા ભાગની મેડિકલ સ્ટોર્સમાં કીટ ઉપલબ્ધ
ઓમીક્રોન વાયરસમાં સંક્રમણ ક્ષમતા વધુ છે. એક વ્યક્તિ 16-17 લોકોને સંક્રમિત કરે છે. આથી સંક્રમણથી બચવા ઘરે જ કોવિડ ટેસ્ટનો ટ્રેન્ડ વધ્યો છે. ગુજરાતમાં 27 હજાર જેટલા કેમિસ્ટ રજિસ્ટર થયેલા છે. આ ટેસ્ટિંગ કિટ (Covid Self Testing Kit Selling Rise) ખરીદવા માટે મેડિકલ પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડતી નથી. તેમજ તેનો ઉપયોગ સરળ છે અને ઘરમાં પણ રાખી શકાય છે.
ટેસ્ટિંગ કીટનું દૈનિક વેચાણ હજારોમાં પહોંચ્યું
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર પહેલા દરરોજની 200 થી 300 ટેસ્ટિંગ કિટ (Covid Self Testing Kit Selling Rise) વેચાતી હતી. જેનું છેલ્લા બે-ત્રણ દિવસમાં દૈનિક 15 હજાર જેટલી કિટોનું દૈનિક વેચાણ થઈ રહ્યું છે. રાજ્યમાં દરરરોજ ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ હોય તેવા એક મેડિકલ સ્ટોર પરથી એક કિટનું વેચાણ થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ Omicron Test Kit: ઓમિક્રોનની તપાસ કરતી ટાટાની Omisure કિટને ICMRએ આપી મંજૂરી
શું ખરેખરમાં કોરોનાના કેસ વધુ છે ?
વર્તમાનમાં ઓમિક્રોનના સંક્રમણની ઝડપ ખૂબ જ છે. પાછલા દિવસોના આંકડાઓને જોતા દર 100 જેટલા ટેસ્ટમાંથી આશરે 40 જેટલા લોકો પોઝિટિવ આવી રહ્યા છે. સરકારી ચોપડે જો દૈનિક 20,000 કેસ નોંધાતા હોય તેમાં સેલ્ફ ટેસ્ટિંગ (Covid Self Testing Kit Selling Rise)અને ખાનગી લેબના આંકડાઓનો સમાવેશ થતો નથી. જો કે કેટલાક લોકો તો કોરોનાના લક્ષણો હોવા છતાં ટેસ્ટ પણ કરાવતા નથી. આથી ખાનગી લેબોરેટરી અને સેલ્ફ ટેસ્ટિંગનો આંકડો આ પ્રમાણે મુકતા વધુ કેસો હોય તે સ્વાભાવિક છે. આ માટે ખાનગી અને સેલ્ફ ટેસ્ટિંગ ડેટાના આંકડા સરકાર સુધી પહોંચે અને વધુ ટેસ્ટિંગ થાય તે જરૂરી છે.
આ પણ વાંચોઃ હવે ઘરે બેઠા થશે કોરોના ટેસ્ટ, ICMRએ આપી હોમ બેઈઝ્ડ કોવિડ ટેસ્ટિંગ કિટને મંજૂરી