- સાબરમતી નદીમાં ફેલાતા પ્રદૂષણનો વિવાદ
- કોર્ટમિત્રે સ્થળની કરી મુલાકાત
- ટૂંક સમયમાં રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાશે
અમદાવાદ: અગાઉ ગુજરાત હાઇકોર્ટે સાબરમતી નદીને દૂષિત કરનારાઓને ઓળખવા કોર્ટ મિત્ર તરીકે હેમાંગ શાહને ઇન્સ્પેક્શન માટે જવાબદારી આપી હતી. આ સાબરમતી નદીના પ્રદૂષણને લઇને હેમાંગ શાહ અને GPCBની ટીમે સાબરમતી નદીની મુલાકાત લીધી હતી. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, સ્થિતિ ખૂબ ગંભીર છે, આપણને લાગે છે કે આપણે ચોખ્ખા પાણીમાંથી ઉગેલી શાકભાજી ખાઈ રહ્યા છે, પણ એવું નથી.
ગઈ કાલે ટીમે કરી મુકલાત
કોર્ટ મિત્ર હેમાંગ શાહ અને પ્રદુષણ નિયત્રણ બોર્ડે સ્થળની મુલાકાત લીધી હતી. નદીમાં ઠાલવતા તમામ પ્લાન્ટ્સ, જેમાં સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને ઔદ્યોગિક એકમના ઈન્ફ્લૂઅન્ટ પ્લાન્ટ્સ દૂષિત પાણી ટ્રીટમેન્ટ વગર જ છોડતા હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે. તપાસ દરમિયાન આવા કનેક્શન મળી આવ્યા છે. આવું દૂષિત પાણી નદીમાં ડાઉનસ્ટ્રીમમાં જતું હોવાના કારણે તે નદી આસપાસના મેદાનોમાં થતી ખેતીમાં પહોંચી રહ્યું છે. જેના કારણે પ્રદુષિત પાણીમાંથી જ પકવાતો પાક લોકો સુધી પહોંચી રહ્યો છે.