અમદાવાદ: નકલી ઈન્જેક્શન મામલે સરકાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સોહેલ નામનો આ શખ્સ ગત 1 વર્ષથી સ્ટીરોઇડના ઈન્જેક્શનો બનાવતો હતો. ટોસિલિઝુમેબની માગ વધતાં ઈન્જેક્શન બનાવવાનું શરૂ કર્યાનું સામે આવ્યું છે. સોહેલે પહેલા ફૂડ સપ્લીમેન્ટ્રીમાં કામ કરતો હતો. આ સાથે જ સોહેલ કોમ્પ્યુટર એન્જિનીયર હોવાનો પણ ખુલાસો થયો છે.
નકલી ઈન્જેક્શન કૌભાંડનો મામલો, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કૌભાંડ સામે કડક કાર્યવાહી સોહેલે સાથે હરેશ ઠાકોર અને અન્ય કેટલાક લોકોની સંડોવણી હાલ સામે આવી છે. સુરતમાં કોરોનાની સારવારમાં વપરાતાં ઈન્જેક્શનના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતમાંથી બનાવટી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન ઝડપાયાં છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 8 લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરતના સોહેલ ઈસ્માઈલ નામના શખ્સના ઘરેથી ઈન્જેક્શન તેમજ ઈન્જેક્શન બનાવવાનું મીની મશીન પણ ઝડપાયું છે. કોરોનાની મહામારીના સમયમાં જીવ બચાવવા માટે વપરાતા અને રૂપિયા 40 હજારથી વધુની કિંમતના ટોસિલિઝુમેબ ઈન્જેક્શન નટ ડુબલિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાતાં રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુરતના સાહેલ ઈસ્માઈલ તાઈના ઘરે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પડતા સુરત સહિત રાજ્યમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
નકલી ઈન્જેક્શન કૌભાંડનો મામલો, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કૌભાંડ સામે કડક કાર્યવાહી મહત્વનું છે કે, સુરતના ઘરે દરોડા પાડીને નકલી 400 મિલી ગ્રામ બનાવવા માટેનો કાચો માલ ફીલિંગ, સિલિંગ અને કોડિંગ મશીન તથા કાચા માલનો અંદાજે રૂપિયા 8 લાખનો મુદ્દામાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કબ્જે લીધો હતો. જો કે, ઈન્જેક્શન વિશ્વમાં એકમાત્ર સ્વિત્ઝરલેન્ડની કંપની બનાવી રહી છે.
આ કૌભાંડ બહાર લાવનારા ડૉ.દેવાંગ શાહ સાથે ETV BHARATની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ અહીં આ સમગ્ર ઓપરેશન માટે આવ્યા હતા. તેમની ટીમ બિરદાવવા લાયક છે. તેમણે ઘણી ઝડપથી નકલી ઈન્જેક્શનનો પર્દાફાસ કરવા કામ કર્યું છે, જ્યારે દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું થાય છે, ત્યારે આ ઈન્જેક્શન લગાવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં એક માત્ર રોસ કંપની આ ઈન્જેક્શન બનાવે છે. જેનું સિપ્લા કંપની ભારતમાં માર્કેટિંગ કરે છે.
અ સમગ્ર કૌભાંડ અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીના કારણે બહાર આવ્યું છે. હોસ્પિટલમાં દાખલ લતાબેન બલદુઆને ડૉક્ટર દેવાંગ શાહ દ્વારા ટોસિલિઝુમેબ ઈન્જેક્શન લાવવા અંગે કહેવામાં આવ્યું હતું. જેથી દર્દીના સંબંધીએ આ ઈન્જેક્શન આશિષ પાસેથી બીલ વિના 1.35 લાખ રૂપિયામાં લીધું હતું. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરાતાં તેમણે જણાવ્યું કે, તે આ ઈન્જેક્શન ચાંદખેડા વિસ્તારના હર્ષ ઠાકોર પાસેથી બિલ વિના 80 હજારમાં 4 બોક્સ લાવ્યા હતા. હર્ષ ઠાકોર આ ઈન્જેક્શન પાલડીના હેપ્પી કેમિસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલિક નિલેશ લાલીવાલા પાસેથી બિલ વિના 70 હજારમાં 4 બોક્સ ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાલડીના હેપ્પી કેમિસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલિક નિલેશ લાલીવાલાએ આ ઈન્જેક્શન સુરત ખાતેથી સોહીલ ઈસ્માઈલ પાસેથી ખરીદ્યા હતાં. જેથી સુરતના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે ઈસ્માઈલ તાઈના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં મોટી માત્રામાં ઈન્જેક્શનો સાથે જ ઈન્જેક્શનો બનાવવાનો સામાન મળી આવ્યો હતો. જો કે, હવે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે, પરંતુ સવાલ અહી એ છે કે મુખ્ય સૂત્રધાર ઈસ્માઈલ તાઈએ કેટલા ઈન્જેક્શનો બનાવ્યા હતા અને માર્કેટમાં કેટલા ઈન્જેક્શનો મોકલવામાં આવ્યા હતા. આ સાથે જ તેનું અમદાવાદ કનેક્શન કેવી રીતે થયું છે. આ તમામ સવાલોને લઈને હવે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ ઊંડાણપૂર્વક તેની પૂછપરછ કરી રહી છે. એટલે કે, આગામી દિવસોમાં હજૂ પણ નવા ખુલાસા થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.