ગુજરાત

gujarat

ETV Bharat / city

બ્રિટનમાં જોવા મળેલો કોરોનાનો નવો સ્ટ્રેન કોરોનાથી 70 ટકા વધુ ઘાતક, ભારતમાં અટકાવવા માટેની કવાયત શરૂ - NextStrain

બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે, જેની અસર ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહી હોવાનું સામે આવી રહ્યુ છે. લંડન, દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડ અને પૂર્વ ઇંગ્લેન્ડ, ડેનમાર્ક અને ઓસ્ટ્રેલિયામાં કોરોના નવા સ્ટ્રેનમાં પ્રસરી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. વાઈરસના નવા સ્ટ્રેનની અનિયંત્રિત પરિસ્થિતિને પગલે યુકેના કેટલાક શહેરોને કડક લોકડાઉન સાથે પ્રતિબંધ પણ કરી દેવામાં આવ્યા છે.

બ્રિટનમાં જોવા મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેન
બ્રિટનમાં જોવા મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેન

By

Published : Dec 22, 2020, 4:29 PM IST

  • બ્રિટનમાં જોવા મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેન
  • કોરોનાનો નવો સ્ટ્રેન બની શકે છે ભયાનક
  • ભારત સરકાર દ્વારા બ્રિટનથી આવતી ફ્લાઇટ પર સંપૂર્ણ પ્રતિબંધ

અમદાવાદઃ બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેઇન જોવા મળ્યો છે, જેની અસર ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહી હોવાનું સામે આવી રહ્યુ છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ઇંગ્લેન્ડના ઘણા ભાગોમાં વાઈરસ પ્રસરી ગયો છે. કોરોનાનો આ નવો સ્ટ્રેન ઉત્તરી આયર્લન્ડ સિવાય સમગ્ર બ્રિટનમાં ફેલાઈ ગયો છે, જોકે, લંડન, દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડ અને પૂર્વી ઇંગ્લેન્ડમાં વધુ ચેપ લાગ્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા આ કોરોનાના નવા સ્ટ્રેનને લઈ બ્રિટનથી આવતી ફ્લાઇટ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ડેન્માર્ક અને ઓસ્ટ્રેલિયામાં પણ વાઈરસ જોવા મળ્યો

દુનિયાભરના વાઈરસના આનુવંશિક કોડ પર નજર રાખતી એક સંસ્થા નેક્સસ્ટ્રેઇનના ડેટા દર્શાવે છે કે, ડેન્માર્ક અને ઓસ્ટ્રેલિયામાં પણ વાઈરસ જોવા મળી આવ્યો છે, પરંતુ તે સ્થળોએ વાઈરસ ફક્ત યુકેના લોકોથી જ આવ્યો છે. આ પ્રકારનો વાઈરસ દક્ષિણ આફ્રિકામાં પણ જોવા મળી આવ્યો છે, પરંતુ તેનો બ્રિટનમાં જોવા મળતા વાઈરસ સાથે કોઈ સંબંધ નથી.

વાઈરસનું નવું સ્વરૂપ 70 ટકા વધુ ચેપી

નવો સ્ટ્રેન સૌ પ્રથમ વાર સપ્ટેમ્બર 2020 માં જોવા મળ્યો હતો, પરંતુ નવેમ્બરમાં લંડનમાં ચેપના પહેલા અઠવાડિયાથી લોકોને વાઈરસનો ચેપ લાગવાનો શરુ થયો હતો. તે જ સમયે ડિસેમ્બરના મધ્ય સુધીમાં આ સ્ટ્રેન બે તૃતીયાંશ કેસમાં ચેપનું કારણ હોવાનું જાણવા મળ્યું હતું. નિષ્ણાતોની વાત માનીએ તો આ વાયરસનું નવું સ્વરૂપ 70 ટકા વધુ ચેપી હોવાનું કહેવામાં આવે છે.

ભારત સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે તે સરાહનીય

આ વિષય પર અમદાવાદના સિનિયર એમ.ડી. ફિઝિશયન ચેપીરોગ નિષ્ણાંત ડો. પ્રવીણ ગર્ગની ETV Bharat દ્વારા ખાસ મુલાકાત કરવામાં આવી હતી, તેમણે જણાવ્યું હતું કે, આ વાઈરસ કોરોના કરતા વધુ અસરકર્તા લાગી શકે છે ત્યારે સમયસર ભારત સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે તે સરાહનીય છે. વધુ માં તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ઘણી બધી કંપનીઓ કોરોના વાઈરસની રસી બનાવવાની કામગીરીઓમાં ખૂબ આગળ વધી ગઈ છે, તેવા સમયમાં આ નવા વાઈરસ સામે તે રસીઓ ટકી શકશે કે નહીં તે જાણવું મુશ્કેલ છે.

માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા કરાઈ અપીલ

ડૉ. પ્રવીણ ગર્ગે વધુમાં કહ્યું હતુ કે, હાલના આ કોરોનાના સમયમાં માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટનસિંગ જ તમને કોરોના જેવા વાઈરસથી બચવા માટે કારગત નીવડી શકે છે, ત્યારે તેનો ઉપયોગ કરી આ ભયાનક વાયરસથી બચવા માટે અપીલ કરી હતી.

બ્રિટનમાં જોવા મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેન

ABOUT THE AUTHOR

...view details