- કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે
- શહેરમાં 16 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે
- પાંચ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 383 લોકો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં
- 27 ફેબ્રુઆરીથી સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કારણે 5 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેંરવામાં આવ્યા છે. શહેરના વટવા, સાઉથ બોપલ, વસ્ત્રાલ, ચાંદલોડિયા અને ઘાટલોડિયાના પાંચેય કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 383 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સ અને સ્કેનિંગની કામગીરી હાથ ધરાશે. સરવે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.
40 દિવસ બાદ ફરી અમદાવાદમાં 101 કેસ નોંધાયા