ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાની ત્રીજી લહેરમાં ફરી કેસમાં ઉછાળો

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ કોરોનાના કેસ સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં સતત પાંચમા દિવસે 450થી વધારે કેસ કોરોના નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 475 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 368 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.40 ટકા નોંધાયો છે, જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 કોરોનાના દર્દીનું મોત થયું છે.

By

Published : Mar 3, 2021, 10:04 PM IST

અમદાવાદ
અમદાવાદ

  • રાજ્યમાં ફરી કોરોના વકર્યો
  • ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો
  • અમદાવાદમાં ફરી કોરોના વકર્યો

અમદાવાદઃ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ કોરોનાના કેસ સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં સતત પાંચમા દિવસે 450થી વધારે કેસ કોરોના નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 475 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 368 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.40 ટકા નોંધાયો છે, જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 કોરોનાના દર્દીનું મોત થયું છે.

કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન થયું હતુ. તેને લઇને કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે રિકવરી રેટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આમ છેલ્લા 24 કલાકમાં કુલ 475 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 368 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં રિકવરી રેટ 97.40 ટકા નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંતર્ગત રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 2,638 પોઝિટિવ કેસ છે. જેમાંથી 39 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 2,599 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,64,195 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,412દર્દીના સારવાર દરમિયાન મૃત્યું થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 110 નોંધાયા છે. જે બાદ વડોદરામાં 82, રાજકોટમાં 57 અને સુરતમાં 87 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં વેક્સિનેસનની વિગતો

રાજ્યમાં વેક્સિનેસનની વિગતો જે પ્રમાણે છે. તે અંતર્ગત બીજા ચરણમાં આજના દિવસના 60 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં હજુ પણ તે માટેની તમામ પ્રક્રિયાઓ તંત્ર દ્વારા શરૂ રાખવામાં આવશે. પ્રથમ ડોઝમાં 10 લાખથી વધુ અને બીજા ડોઝમાં 2,17,779 લોકોનું વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details