ગુજરાત

gujarat

ETV Bharat / city

સિવિલ મેડિસીટીની તમામ હોસ્પિટલમાં મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે કોરોના રસીકરણ થશે - Civil Medicity hospitals

સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે કોરોના રસીકરણ પ્રક્રિયાનો સમગ્ર રાજ્યમાં પ્રારંભ થઇ ગયો છે. એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 16 જાન્યુઆરીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

corona vaccination
કોરોના વેક્સિનેશન

By

Published : Jan 18, 2021, 8:18 PM IST

  • સપ્તાહમાં 4 દિવસ રસીકરણ થશે
  • 10 કેન્દ્ર પર 1,000 હેલ્થવર્કરોને રસી આપવામાં આવશે
  • સોમવાર, બુધવાર અને રવિવારે રસીકરણ રહેશે બંધ

અમદાવાદઃ કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યને દિવસો ફાળવવામાં આવ્યા છે. જેમાંથી અમદાવાદ સિવિલ સંકૂલની તમામ હોસ્પિટલમાં સોમવાર, બુધવાર અને રવિવારે રસીકરણ પ્રક્રિયા બંધ રાખવામાં આવશે. આ દિવસોને બાદ કરતા અન્ય સમયગાળા દરમિયાન કોરોના રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

1,000 હેલ્થવર્કરોને રસીનો ડોઝ આપવાનો લક્ષ્યાંક

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી વિવિધ હોસ્પિટલમાં કુલ 10 રસીકરણ કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં દરેક કેન્દ્ર પર રસીકરણ પ્રક્રિયા કાર્યરત હોવાથી 1,000 હેલ્થકેર વર્કરોને રસીના ડોઝ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં સિવિલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, સ્પાઇન હોસ્પિટલ, ડેન્ટલ હોસ્પિટલ અને આંખની હોસ્પિટલનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details