- અમદાવાદમાં કોરોના ટેસ્ટની કામગીરી બદલાઈ
- રેપિડ ટેસ્ટ કરાવનારની આંગળી પર કરાશે શ્યાહી
- કોરોનાના લક્ષણો હશે તેનો જ ટેસ્ટ કરવામાં આવશે
અમદાવાદઃ શહેરમાં કોરોના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સમયમાં થતા રેપિડ ટેસ્ટની પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કોરોના ટેસ્ટની કામગીર બદલાઈ 100 ડિગ્રી તાવ ધરાવતા દર્દીઓનો જ કોરોના ટેસ્ટ કરાશે
જે લોકો વારંવાર કોરોનાનો ટેસ્ટ કરાવી રહ્યાં છે તે લોકો વારંવાર રેપિડ ટેસ્ટ ન કરાવે એ માટે કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવનારી વ્યક્તિની આંગળી પર કાળી શાહી લગાવવામાં આવશે. શરદી-ખાંસીની ફરિયાદ સાથે લોકો ટેસ્ટ કરાવવા પહોંચતાં ટેસ્ટિંગ કરતાં તંબુઓ પર લાંબી લાઈનો લાગી રહી છે, જેને અટકાવવા માટે હવે 100 ડિગ્રી તાવ ધરાવતા દર્દીઓનો જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
કોરોના ટેસ્ટની કામગીર બદલાઈ પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટમાં આવેલાનો ટેસ્ટ કરાશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુધવારથી સઘન ટેસ્ટિંગની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે લોકોને લક્ષણો નથી છતાં પણ તેઓ ડોમમાં અને અન્ય જગ્યાએ ટેસ્ટ કરાવતા હતા. જેથી હવે જેને કોરોનાનાં લક્ષણો, જેવાં કે તાવ, શરદી, ઉધરસ હોય તેમના જ ટેસ્ટ કરવામાં આવશે. જે લોકો કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટમાં જેવા કે પોઝિટિવ દર્દીના ઘરમાં રહેલા લોકો અને તેની સાથેના લોકોના ટેસ્ટ કરવામાં આવશે. જેને લક્ષણ નહીં હોય તેને હવે ટેસ્ટ કરવામાં આવશે નહિ. જેથી લોકો જરૂર વગરના કોરોના ટેસ્ટ નહિ કરાવી શકે.