- ગુજરાતમાં પોઝિટિવ રેટ સતત 12 દિવસથી ઘટી રહ્યો છે
- જ્યારે રીકવરી રેટ વધી રહ્યો છે
- અમદાવાદમાં સૌથી ઓછો પોઝિટિવ રેટ
અમદાવાદઃસમગ્ર ભારતની વાત કરીએ તો કોરોનાના દર્દીઓની (corona patient)સંખ્યા સતત ઘટી રહી છે, જેથી એમ કહી શકાય કે હવે બીજી લહેર સમાપ્ત થવાને આરે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, આ સંજોગોની તક લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારે વેક્સિનેશન ઝડપી બનાવવું જોઈએ. રાજ્ય અને દેશ કોરોના મુક્ત થઈ શકે. જો કે હાલ તો પોઝિટિવ રેટ ધીમે ધીમે ઘટી રહ્યો છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3187 પોઝિટિવ કેસ, 9305 દર્દીઓએ કોરોનાનો માત આપી
ગુજરાતનો પોઝિટિવ રેટ 5 ટકાની નીચે
ઉત્તરાખંડનો પોઝિટિવ રેટ (positive rate) 9.5 ટકા છે, પંજાબ 7.9 ટકા, છત્તીસગઢ 7.3 ટકા, મધ્યપ્રદેશ 5.7 ટકા અને તેલંગાણામાં 5.3 ટકા છે. તેની સામે ગુજરાતનો હાલ પોઝિટિવ રેટ 4.6 ટકા આવ્યો છે. WHOના જણાવ્યા પ્રમાણે પોઝિટિવ રેટ 5 ટકાથી નીચે હોય તો રોગ કાબૂમાં આવી ગયો હોય તેમ કહેવાય. ગુજરાતની જેમ અન્ય રાજ્યોમાં કોરોના પોઝિટિવની સંખ્યા ઘટતી જાય તો ત્યાં પણ પોઝિટિવ રેટ 5 ટકાની નીચે આવી જાય. સંક્રમણ ઘટતું જઈ રહ્યું છે તે ભારત માટે પોઝિટિવ છે. તેની સાથે કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થવાનો રેટ પણ સારો થતો જઈ રહ્યો છે.
ગુજરાતમાં પોઝિટિવ રેટ સતત 12 દિવસથી ઘટી રહ્યો છે અમદાવાદનો પોઝિટિવ રેટ સૌથી ઝડપી ઘટ્યો
અમદાવાદનો પોઝિટિવ રેટ 0.22 ટકા રહ્યો છે, જે ગુજરાતમાં સૌથી ઝડપી ઘટ્યો છે. તેમજ અમદાવાદમાં રીકવરી રેટ 90.87 ટકા થયો છે. સુરતમાં છેલ્લા 5 દિવસનો પોઝિટિવ રેટ ઘટીને 1.20 ટકા પર આવી ગયો છે અને તેની સાથે રીકવરી રેટ પણ 95 ટકા છે. રાજકોટમાં પોઝિટિવ રેટ 3.67 ટકા રહ્યો છે અને રીકવરી રેટ 97.17 ટકા રહ્યો છે. વડોદરામાં પોઝિટિવ રેટ 1.23 ટકાથી છેલ્લા પાંચ દિવસમાં ઘટી 0.94 ટકા આવ્યો છે. જામનગરનો 7.40 ટકા અને ભાવનગરનો 5 ટકા પોઝિટિવ રેટ છે.
36 શહેરોમાં મીની લોકડાઉન
ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની (CM RUPANI) અધ્યક્ષતામાં દરરોજ કોર કમિટીની બેઠક મળતી હતી. જેમાં ચર્ચા થયા મુજબ કોરોનાને નાથવા માટે રાજ્યના 36 શહેરોમાં આકરા પગલા લેવાયા હતા, અઘોષિત લોકડાઉન નાખ્યું હતું. રાજ્યના 36 શહેરમાં રાત્રે 8 કલાકથી સવારના 6 કલાક સુધીનો કોરોના કર્ફ્યૂ (Curfew) નાંખ્યો હતો. તેમજ તમામ દુકાનો, ધંધા, રોજગાર, શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ, સિટી બસ બંધ કરી દીધા હતા.
આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,794 પોઝિટિવ, 8734 દર્દીએ કોરોનાનો માત આપી
ગુજરાતમાં કોરોના કેસ સતત ઘટી રહ્યાં છે
જનતાને પણ અપીલ કરી હતી કે કામ સિવાય કોઈ બહાર ન નીકળે, તેમજ સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફથી કામ કરાવવું, માસ્ક નહી પહેરનાર પાસેથી રૂપિયા 1000 દંડ વસૂલવો. મારુ શહેર કોરોના મુક્ત, મારુ ગામ કોરોના મુક્ત ગામ, મારો વોર્ડ કોરોના મુક્ત, મારો જિલ્લો કોરોના મુક્ત એવું અભિયાન ચલાવીને ધારાસભ્યો સહિત કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવી હતી. ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યા, જેનું સીધુ પરિણામ એ આવ્યું કે છેલ્લા 12 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે તેમજ પોઝિટિવ રેટ પણ કાબૂમાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોના કેસ સતત ઘટી રહ્યાં છે રીકવરી રેટમાં ગુજરાત પાછળ
આ તો થઈ પોઝિટિવ રેટની વાત, પણ જે દર્દી કોરોના પોઝિટિવ થયા તેમાંથી કેટલા સાજા થયા ? હાલ દિલ્હીમાં રીકવરી રેટ (recovery rate) 96.6 ટકા સૌથી ઊંચો છે, જેથી એમ કહી શકાય કે દિલ્હીમાં સારવાર વધુ સારી થઈ રહી છે અને કોરોનાના દર્દીઓ 100માંથી 97 દર્દી સાજા થઈને ઘરે જઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં રીકવરી રેટ 94.3 ટકા, બિહારમાં 93.8 ટકા, હરિયાણામાં 93.8 ટકા, ઝારખંડમાં 93.2 ટકા, મહારાષ્ટ્રમાં 92.5 ટકા, તેલંગાણામાં 92.5 ટકા, છત્તીસગઢમાં 92.3 ટકા અને મધ્યપ્રદેશમાં 92 ટકા છે. જ્યારે ગુજરાતમાં 90.87 ટકાનો રીકવરી રેટ છે.
કોરોના પછી હવે મ્યુકોરમાયકોસીસે માથુ ઊંચક્યું
અન્ય રાજ્યોની સરખામણીએ રીકવરી રેટ ઓછો છે, જેની પાછળનું કારણ જોઈએ તો યોગ્ય સારવારનો અભાવ, રેમડેસીવીર ઈન્જેક્શનની અછત, ઓક્સિજનની અછત, જ્યારે કોરોના પીક પર હતો ત્યારે દર્દીઓને બેડ મળતા ન હતા, સરકારી અને ખાનગી હોસ્પિટલો ફુલ થઈ ગઈ હતી. જ્યારે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી ત્યાર પછી રાજ્ય સરકાર નવી હોસ્પિટલ ઉભી કરવાના પ્લાનિંગ કરવામાં હતી. ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના ઉપયોગથી હાલ મ્યુકોરમાયકોસીસ (Mucormycosis) રોગે માથુ ઊંચક્યું છે. સરકારે મ્યુકોરમાયકોસીસને મહામારી જાહેર કરી છે. કોરોના પછી હવે મ્યુકોરમાયકોસીસ પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તેના માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે. ટૂંકમાં રીકવરી રેટ ઓછો હોવા પાછળના કારણમાં જોઈએ તો વેક્સિનેશન ઓછુ થયું છે. તેમજ ટેસ્ટિંગ પણ ઓછા હતા.