અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ (Corona In The World) વધી રહ્યું છે, ત્યારે છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ (Corona In Ahmedabad) વધ્યું છે. શહેરમાં 50થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત (Corona Cases In Ahmedabad) થયા છે. તો હવે DEO દ્વારા પણ સંક્રમણ (deo office ahmedabad)ને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.
DEI દ્વારા ઓનલાઇન સેવા શરૂ કરવામાં આવી
હાલમાં સ્કૂલોને કેટલાક કામ અર્થે DEO કચેરીએ જવું પડતું હોય છે. તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ કોઈ ફરિયાદ, અરજી કે કોઈ કામકાજ માટે DEO કચેરી જવું પડતું હોય છે. આ કારણે કોરોના સંક્રમણવધવાનું જોખમ રહે છે. સંક્રમણ વધે નહીં તે માટે DEO કચેરી દ્વારા હવે ઓનલાઇન સેવા (deo office ahmedabad online service) શરૂ કરવામાં આવી છે, જેમાં કોઈપણ સ્કૂલ કે વાલી કે વિદ્યાર્થીને કોઈ કામકાજ હશે તો તેઓ ઈ-મેઇલ, અથવા નિરીક્ષકોના વોટ્સએપ પર જે તે ફરિયાદ, અરજી કે કોઈ કામની વિગત મોકલી શકશે.