ગુજરાત

gujarat

By

Published : Mar 23, 2021, 10:22 AM IST

Updated : Mar 23, 2021, 2:18 PM IST

ETV Bharat / city

ગવર્મેન્ટ મહિલા પોલિટેકનિક કોલેજમાં કોરોનાનો પગપેસારો

રાજ્યમાં વિદ્યાર્થીઓનું જીવન ન જોખમાય તે માટે સરકાર દ્વારા સ્કૂલો અને કોલેજો બંધ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદની ગર્વમેન્ટ મહિલા પોલિટેકનિક કોલેજમાં કોરોનાએ પગપેસારો કર્યો છે.

ગવર્મેન્ટ મહિલા પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ
ગવર્મેન્ટ મહિલા પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ

  • ગર્વમેન્ટ મહિલા પોલિટેકનિકમાં કોરોનાએ પગપેસારો કર્યો
  • પોલિટેક્નિકમાં અત્યાર સુધી 9 કેસો સામે આવ્યા
  • વર્ક ફ્રોમ હોમ અંગે સંચાલકો વિચારણા કરી રહ્યા

અમદાવાદ : પોલિટેકનિક કોલેજમાં છેલ્લા ત્રણ દિવસમાં 9 કેસ સામે આવતા ફફડાટ વ્યાપો છે. આ મામલે સંચાલકને ખબર પડતાં જ શિક્ષણવિભાગને જાણ કરવામાં આવી હતી. 9 કોરોના ગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા 95 કર્મચારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે પોલિટેકનિક કોલેજને સેનેટાઇઝ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા 22 યાત્રાળુ કોરોના પોઝિટિવ



પ્રોફેસરોએ વર્ક ફ્રોમ હોમ માટે સંચાલકોને રજૂઆત કરી


પોલિટેકનિકના પ્રોફેસરોએ વર્ક ફ્રોમ હોમ માટે સંચાલકોને રજૂઆત કરી છે. ત્યારે આગામી દિવસોમાં વર્ક ફ્રોમ હોમ અંગે સંચાલકો વિચારણા કરી રહ્યા છે. આગામી સમયમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કોરોનામુક્ત બનવા જઈ રહેલો નવસારી જિલ્લો ફરી કોરોનાયુક્ત બન્યો

Last Updated : Mar 23, 2021, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details