ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્ટેડિયમ વોર્ડના કોર્પોરેટરોએ 5 વર્ષમાં પોતાના વિસ્તારમાં કરેલા કાર્યનું પંચનામું - Ahmedabad Corporation 2021

ગુજરાતમાં મીની વિધાનસભા જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. 21 ફેબ્રુઆરીએ ગુજરાતના 6 શહેરોમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડ ખાતે ચૂંટણી યોજાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.

અમદાવાદ કોર્પોરેશન
અમદાવાદ કોર્પોરેશન

By

Published : Jan 25, 2021, 1:02 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેડિયમ વોર્ડમાં પાંચ વર્ષમાં 134.71 કરોડના વિકાસ કાર્યો

સ્ટેડિયમ વોર્ડમાં બે અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત

15 કારોડનાં ખર્ચે જુનાવાડજમાં વીમા યોજનાના ખંડેર દવાખાનાને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરાશે

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્ટેડિયમ વોર્ડના કોર્પોરેટરોએ 5 વર્ષમાં પોતાના વિસ્તારમાં કરેલા કાર્યનું પંચનામું
અમદાવાદ :ગુજરાતમાં મીની વિધાનસભા જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. 21 ફેબ્રુઆરીએ ગુજરાતના 6 શહેરોમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીનું આયોજન કરાયું છે.જેમાં અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડ ખાતે ચૂંટણી યોજાશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ ન.10 સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ

સ્ટેડિયમ વોર્ડમાં બે અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત

ઇટીવી ભારત દ્વારા દરેક વોર્ડમાં પાંચ વર્ષ દરમિયાન કોર્પોરેટરો દ્વારા લોકકલ્યાણના કયા-કયા કાર્યો કરાયા છે ? તેને લઈને લઈને પાંચ વર્ષનો ચિતાર રજૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ 10 નંબરના સ્ટેડિયમ વોર્ડમાં કોર્પોરેટરોના કાર્ય અંગે માહિતી મેળવાઈ હતી. વર્તમાનમાં અહીં ભાજપની પેનલના કોર્પોરેટર્સ છે.

  • જેમની યાદી નીચે મુજબ છે :
  1. પ્રમોદા સુતરિયા
  2. ઇલા શાહ
  3. મુકેશ મિસ્ત્રી
  4. પ્રદીપ દવે

આ વોર્ડને જુનાવાડજ વોર્ડ કહેવો વધુ યોગ્ય

ઉલ્લેખનીય છે કે, આ વોર્ડ સ્ટેડિયમ વોર્ડ કહેવાય છે. પરંતુ તેને જુનાવાડજ વોર્ડ કહેવો વધુ યોગ્ય રહેશે. કારણ કે, અમદાવાદના ધનિક વિસ્તાર ગણાતા સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારના દસેક બુથનો જ આ વોર્ડમાં સમાવેશ થાય છે.આ વોર્ડમાં સ્લમ વિસ્તાર પણ વધુ છે. 2015ની કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા આ વોર્ડ વાડજ વોર્ડ જ કહેવાતો. હાલમાં આ વોર્ડનો સમાવેશ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં થાય છે, એટલે કે વર્તમાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો મત વિસ્તાર છે. જ્યારે નારણપુરા વિધાનસભામાં આ વોર્ડ આવે છે, એટલે કે મહેસુલ મંત્રી કૌશિક પટેલના વિધાનસભા મતક્ષેત્રમાં આ વોર્ડ આવે છે. આ વોર્ડમાં ગાંધી આશ્રમ, કલેકટર કચેરી, આરટીઓ કચેરી જેવી મહત્વની જગ્યાઓ સામેલ છે.

વોર્ડની છેલ્લા 20 વર્ષની રાજકીય સફર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ ન.10 સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ

કોર્પોરેશનની ચૂંટણીમાં આ વોર્ડ કોંગ્રેસનો ગઢ ગણાતો.અગાઉ આ વિસ્તારમાં કોર્પોરેશનની ચૂંટણીઓમાં કોંગ્રેસની જીત થતી.સતત 15 વર્ષ આ વોર્ડમાં કોંગ્રેસે જીત મેળવી છે. નારણ પટેલ આ વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર હતા. પરંતુ 2015ની ચાર સભ્યો વાળી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જેમાં કાયદા પ્રમાણે બંને પક્ષે 50 ટકા મહિલા અનામતની સીટ હતી. 2015 ની આ જીતના અગાઉના જ વર્ષે 2014માં તે વખતના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવી. જેનો લાભ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને થયો.

સ્ટેડિયમ વોર્ડમાં મતોનું સમીકરણ

આ વોર્ડમાં જૈન, દલિત, પાટીદાર, ક્ષત્રિય અને અન્ય OBC વોટબેંક છે. જેમાં દલિત અને સ્લમ વિસ્તારના લોકો કોંગ્રેસના કમિટેડ વોટર્સ છે. જ્યારે પાટીદાર ફેક્ટર ઉમેદવારની જ્ઞાતિ ઉપર નિર્ભર છે. જૈનો ભાજપ તરફ મતદાન કરનારા છે. જ્યારે નરેન્દ્રમોદી અને અમિતશાહની જોડી મધ્યમવર્ગીય OBC વોટર્સને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહી છે. એટલે ગઈ કોર્પોરેશનની ચૂંટણી ખાસી રસપ્રદ રહી હતી. કોંગ્રેસ દ્વારા 'મોદી વેવ' માં પણ ભાજપને ટક્કર અપાઈ હતી. એટલે આ વોર્ડમાં બુથ મેનેજમેન્ટ અને છેલ્લી ઘડીના કિમીયાઓ ચૂંટણી પર ખાસી અસર નાખે છે.

ઉમેદવાર પસંદગી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી

ભાજપમાં નિરીક્ષકો સેન્સ પ્રદેશ ચૂંટણી સમિતિને મોકલશે અને ત્યાંથી કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં સંભવિત નામોની ભલામણ જશે.ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ છેલ્લે ઉમેદવારોના નામ પર મહોર મારશે. કારણ કે, અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર,આર્થિક પાટનગર અને બઝાર તો છે જ. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ પણ તગડુ હોય છે. વળી દરેક વોર્ડ મહત્વનો તો હોય જ પરંતુ સ્ટેડિયમ વોર્ડ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહનો લોકસભા મત વિસ્તાર હોવાથી, તેઓ અહીંની માહિતી સતત મેળવતા રહે છે. જ્યારે નીતિન પટેલ પણ અહીં થતા કાર્યોથી અવગત રહે છે. એટલે ભાજપમાં આ વોર્ડમાં ઉમેદવાર થવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહની ગુડ બુકમાં હોવું જરૂરી છે.

સ્ટેડિયમ વોર્ડના કોર્પોરેટર ઇલા શાહના પતિ ડૉક્ટર છે અને ભાજપના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. ઇલા શાહ સાથે ઇટીવી એ ખાસ વાત કરી

  1. પાંચ વર્ષમાં આપના દ્વારા આપના વોર્ડમાં કયા કાર્યો કરાયા ?

છેલ્લા પાંચ વર્ષમાં સ્ટેડિયમ વોર્ડમાં બે અર્બન હેલ્થ સેન્ટર નવા બનાવવામાં આવ્યા છે. જેમાં 80 લાખના ખર્ચે કેશવનગર અર્બન હેલ્થ સેન્ટર અને 75 લાખના ખર્ચે ઉસ્માનપુરા અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત રેગ્યુલર કાર્યોમાંમાં રોડ બનાવવા, પીવાનું પાણી પુરું પાડવું, પેવર બ્લોક ફ્લોરિંગ વર્ક, સોસાયટીઓમાં 90 ટકા સરકાર અને 10 ટકા સોસાયટીના ખર્ચથી RCC રોડનું નિર્માણ, ગટર લાઈન નાખવી જેવા કાર્ય કરવામાં આવેલ છે. ઉપરાંત સીનીયર સીટીઝન પાર્ક કેશવનગર ખાતે 22 લાખમાં અને ભીમજીપૂરા ખાતે 15 લાખમાં બનાવાયો છે. વોર્ડમાં ટુ વે સ્ટ્રીટ લાઈટ નખાઈ છે. સ્ટ્રીટ લાઈટ પાછળ 30 લાખનો ખર્ચ થયો છે.

2.આપના દ્વારા આપના વિસ્તારમાં કેટલી ગ્રાન્ટ વપરાઈ છે ?

દર વર્ષે કોર્પોરેશન તરફથી 25 લાખની ગ્રાન્ટ મળે છે. આ ઉપરાંત વિસ્તારના સાંસદસભ્ય અને ધારાસભ્યની ગ્રાન્ટ પણ મળે છે. પાંચ વર્ષમાં 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સ્ટેડિયમ વોર્ડમાં ઇલા શાહ દ્વારા વિકાસના કાર્યોમાં વપરાઈ છે.

3.કોરોના મહામારીમાં આપના દ્વારા કયા કાર્યો કરાયા ?

કોવિડ કાળમાં વોર્ડની સોસાયટીને સેનિતાઈઝ કરાઈ, 5 હજાર માસ્ક અને એક હજાર સેનીટાઈઝરની બોટલનું વિતરણ કરાયું.

4.પક્ષ સમક્ષ ફરીથી ટીકીટની દાવેદારી કરશો ? જો ફરીથી ચૂંટણી જીતો તો કયું કાર્ય પૂર્ણ કરશો ?

હા, પાર્ટી તરફથી નિરીક્ષકો 25 જાન્યુઆરીએ સ્ટેડિયમ વોર્ડની સેન્સ લેશે. જેમાં ઇલાબેન દાવેદારી નોંધાવશે. અત્યારે જુનાવાડજ ખાતે ખંડેર હાલતમાં પડેલ વિમાયોજનાના દવાખાનાને 15 કરોડના ખર્ચે આધુનિક કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ફેરવાશે જેનું બજેટ પાસ થઈ ચૂક્યું છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે

ઇટીવી ભારત સાથેની વાતચીતમાં કોર્પોરેટર મુકેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેમના વડીલો રાજસ્થાનના હતા. તેઓ પહેલા પૂર્વ અમદાવાદમાં આવીને વસ્યા હતા. વિધાર્થી જીવનમાં તેઓ રાજકારણ સાથે સંકળાયેલ હતા. તેઓ OBC બેઠકના દાવેદાર હોવા છત્તા જનરલ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. ઇટીવી ભારતે મુકેશ મિસ્ત્રી સાથે ખાસ વાતચીત કરી હતી.

1.પાંચ વર્ષમાં આ વોર્ડમાં આપના દ્વારા શુ કાર્ય કરાયું ?

કોર્પોરેટરના રસ્તા, પાણી અને ડ્રેનેજની સમસ્યાઓ ઉપરાંત લોકોની નાની- મોટી સમસ્યાઓનું સમાધાન કર્યું છે. કોરોના કાળમાં ફૂડ પેકેટ, તૈયાર ભોજન, દવાઓ માસ્ક અને સેનીટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોતાના વોર્ડમાં કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વોર્ડમાં થતા દરેક કાર્યોમાં ચારેય કોર્પોરેટરની કાર્ય અને ગ્રાન્ટના ખર્ચમાં સહભાગિતા છે.

2.કુલ કેટલી ગ્રાન્ટ પાંચ વર્ષમાં આપના દ્વારા વાપરવામાં આવી છે ?

વોર્ડના કાર્યોમાં પુરી ગ્રાન્ટ વાપરવામાં આવી છે. ખૂબ જ ઓછી ગ્રાન્ટ બાંકડાઓ મુકવા પાછળ વપરાઇ છે. કોંગ્રેસના સમયથી જ બધા કાર્યો બાકી હતા.તેથી વિકાસના કાર્ય કરતા ગ્રાન્ટ પણ ખૂટી પડી છે. આ ઉપરાંત હાઉસિંગ અને ગામ તળની ગ્રાન્ટ પણ લાવવામાં આવી છે.

3. ફરી ટિકિટ મળવાની કેટલી આશા ?

ટિકિટ અંગે પાર્ટીનો નિર્ણય છેલ્લો રહેશે. હું ભાજપના કાર્યકર તરીકે કામ કરતો રહીશ.

4.અત્યારે આપના વોર્ડમાં કયા કાર્યો પ્રગતિમાં છે ?

મહેસાણા સોસાયટી ખાતે 43 કરોડના ખર્ચે પાણી વિતરણ માટે પંપીંગ સ્ટેશન ઉભુ કરવામાં આવી રહ્યું છે. જેથી વોટર સપ્લાય નેટવર્ક ગોઠવાશે, જેનું પાણી ઉંચાણવાળા વિસ્તારો જેમ કે, ભાવસાર હોસ્ટેલ સુધી પહોંચશે. ઉસ્માનપુરા ગાર્ડન ખાતે 75 લાખના ખર્ચે ઓપન જીમનું નિર્માણ થવા જઇ રહ્યું છે. વાડજના સ્મશાન ગૃહને 13.5 કરોડના ખર્ચે અદ્યતન બનાવવામાં આવી રહ્યું છે. કાળી ગામ સુધી ડક લાઇન નાખવામાં આવનાર છે.

5. વોર્ડમાં સરકાર દ્વારા આગામી સમયમાં થનારા કાર્યો

ઉપરાંત 2600 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી વિકાસના કાર્યો સરકાર દ્વારા થવાના છે. ગાંધી આશ્રમ અને તેની આસપાસનાં વિસ્તારમાં વિવિધ નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. કેશવનગર, કામદાર નગર, રામાપીરનો ટેકરો વગેરે ગેરકાયદેસર રહેતા સ્લમ વિસ્તારના લોકોને નવા રહેણાંકો આપવામાં આવશે અને આસપાસના વિસ્તારોમાં નવી શાળાઓ પણ બનાવવામાં આવશે.

આ પણ વાંચો :

સુરતના વોર્ડ નંબર 7માં ગત 5 વર્ષ દરમિયાન થયોલા કામોના લેખાજોખા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કાઉન્સલર થયા એક્ટિવ, વટવા વોર્ડમાં વપરાયેલી ગ્રાન્ટનો આપ્યો હિસાબ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર, મહા નગરપાલિકાની 21 અને 28 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની યોજાશે ચૂંટણી

ABOUT THE AUTHOR

...view details