- મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા રાજીનામુ આપતા કકળાટ
- શાંત પાડવા કોંગ્રેસ પ્રમુખના પ્રયાસો શરૂ
- નવા વિપક્ષ નેતા આવશે તેવું આપ્યું આશ્વાસનઃ અમિત ચાવડા
અમદાવાદઃ શહેર કોંગ્રેસના વિવાદનો મુદ્દો પણ બરાબરનો ગરમાયો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, અમારામાં કકળાટ નથી. ટૂંક સમયમાં નવા વિપક્ષ નેતા આવશે. દિનેશ શર્માએ અંગત કારણોસર રાજીનામુ આપ્યું હોવાનું રટણ અમિત ચાવડા કરી રહ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસમાં ચાલતા વિવાદને અમિત ચાવડાએ મોટું નિવેદન આપીને શાંત પાડવાની કોશિશ કરી છે.