- સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો
- નવરંગપુરા વોર્ડમાંથી ચૂંટાયેલા નીરવ કવિને લઈ સર્જાયો વિવાદ
- અરજદારે નીરવ કવિનું ફોર્મ રદ્દ કરવા કરી માંગ
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાનું ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપે નવા મેયર પદની તજવીજ હાથ ધરી છે. ત્યારે નવરંગપુરાના કોંગ્રેસ ઉમેદવાર જય પટેલે કોર્ટમાં અરજી કરી છે કે, ભાજપની ટિકિટ પર નવરંગપુરા વોર્ડમાં મુસ્લિમ ઉમેદવારે નામ બદલીને ચૂંટણી લડી છે અને જીતી ગયા છે. ભાજપના ઉમેદવાર નીરવ કવિ હિન્દૂ નહિ પણ મુસ્લિમ સમાજના છે, જેથી નિયમ પ્રમાણે તેમનું ફોર્મ રદ્દ કરવામાં આવે.
ઉમેદવારે ઉમેદવારી ફોર્મ માટે કેટલીક માહિતીઓ છુપાવી
જેમાં કૉંગ્રેસ ઉમેદવારે પિટિશન કરી છે કે અમદાવાદમાં નવરંગપુરા વોર્ડમાં કુલ 4 કોર્પોરેટર ચૂંટાયેલા જાહેર કરવાના હતા. જેમાં બે બેઠકો પર સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી હતી અને બાકીની બે પુરુષો માટે રાખવામાં આવી હતી. બાકીની એક બેઠક સામાન્ય કેટેગરીની રાખેલ હતી. આ રીતે કુલ 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપના એક ઉમેદવારે ઉમેદવારી ફોર્મમાં કોર્ટ કેસની વિગત સોગંદનામામાં છુપાવેલ હતી તો અન્ય ઉમેદવારે ઉમેદવારી ફોર્મમાં પોતાનો ધર્મ જણાવ્યો નથી. તેઓ જન્મથી હિન્દૂ જાતિના નથી પરંતુ મુસ્લિમ જાતિના છે.