ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનમાં સતત વધારો

કોર્પોરેશનની ચૂંટણી અને મેચના આયોજન બાદ સતત કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. અને છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લા સહિત 406 નવા કેસ નોંધાયા છે. 283 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયા છે. 145 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હાલ અમદાવાદમાં છે.

અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનમાં સતત વધારો
અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનમાં સતત વધારો

By

Published : Mar 21, 2021, 11:17 AM IST

  • ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો
  • વધુ 20 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા
  • હાલ અમદાવદામાં કુલ 145 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

અમદાવાદ:મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 127 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે વધુ 20 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. અને 2 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરાયા છે. ત્યારે 145 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હાલ અમદાવાદમાં છે.

2021માં પહેલી વાર અમદાવાદમાં 400થી વધુ કેસ નોંધાયા

કોર્પોરેશનની ચૂંટણી અને મેચના આયોજન બાદ સતત કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. અને છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લા સહિત 406 નવા કેસ નોંધાયા છે. 283 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયા છે. કોરોનાના નવા વેવથી નવા 2021માં પહેલીવાર અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 400ની પાર થયો છે.

આ પણ વાંચો:સુરતમાં કોરોના સંક્રમણ વધતા વેક્સિનેશનની જાગૃતિ હેઠળ 25 રીક્ષાઓ મૂકવામાં આવી

સતત વધી રહ્યા છે કોરોનાના કેસ

છેલ્લા 24 કલાકમાં શહેરી વિસ્તારમાં 401 અને જિલ્લામાં 5 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ શહેરમાં 270 અને જિલ્લામાં 13 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 66,443 થયો છે. જ્યારે 62,768 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત-સઘન અને ઘનિષ્ઠ ડોર-ટુ-ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરાશે

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત, સઘન અને ઘનિષ્ઠ ડોર-ટુ-ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં કોવિડ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે: કલેકટર સંદીપ સાગલે

ABOUT THE AUTHOR

...view details