- શરણમ ફાઉન્ડેશન રોજ 200 ફૂડ પેકેટનું વિતરણ કરે છે
- કોરોના કાળમાં સતત સેવા કરતુ ફાઉન્ડેશન
- સોલા સિવિલના કોવિડ અને મ્યુકરમાયકોસીસના દર્દીઓને રાહત
અમદાવાદ: કોરોના (Corona) કાળમાં માનવીને હતાશા ઘેરી વળી છે. આંખોની સામે થતા આપ્તજનોના મૃત્યુ અને જરૂરીયાતની દવાઓના આકાશને અડતા ભાવથી માણસ નિરાશ થયો છે. આવા સમયે નાની સરખી મદદ પણ લોકોને ઊંડા દુઃખમાંથી બહાર લાવી શકે છે. અમદાવાદમાં શરણમ્ ફાઉન્ડેશન દ્વારા સોલો સિવિલ હોસ્પિટલમાં વિવિધ સહાય કાર્ય કરવામાં આવે છે.
સોલા સિવિલમાં દરરોજ તાજો નાસ્તો અપાય છે
શરણમ ફાઉન્ડેશનના મેમ્બર પલક પટેલ જણાવે છે કે, આ ફાઉન્ડેશન કોરોનાની પહેલી લહેરથી જ સતત લોકોની મદદ કરતુ આવ્યુ છે. કોરોનાની બીજી લહેરમાં પણ તે દર્દી નારાયણની સેવા કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યું છે. શરણમ ફાઉન્ડેશનના 16 યુવાનોનું ગ્રુપ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દરરોજ સવારે પૌષ્ટિક નાસ્તો પુરી પાડી રહ્યું છે. દરરોજ 200 જેટલા ફૂડ પેકેટ તેઓ સોલા સિવિલમાં કોરોનાના દર્દીઓને પહોંચાડી રહ્યા છે.
આ પણ વાંચો : વેરાવળમાં 108 એમ્બ્યુલન્સ જેવી સેવા આપશે ઓટો એમ્બ્યુલન્સ