અમદાવાદ : અમદાવાદ શહેરમાં પ્રથમ વરસાદે જ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી પોલ ખુલી ગઈ હતી. કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ, કેચપીટ તેમજ ડીશીલ્ટીંગ (Drainage and desilting in Ahmedabad city )પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં પરિસ્થિતિમાં કોઈપણ સુધારો જોવા ન મળતા અમદાવાદમાંં મચ્છરજન્ય રોગચાળો (mosquito borne epidemic in Ahmedabad) વધી ગયેલો જોવા મળી રહ્યો છે.તેને લઈ અમદાવાદ શહેર કોંગ્રેસના (Ahmedabad City Congress) કોર્પોરેશન વિપક્ષ નેતાએ આકરા પ્રહાર કર્યા હતા.
વિપક્ષ નેકાએ કર્યાં કોર્પોરેશન પર આકરા પ્રહાર કોર્પોરેશન દ્વારા આયોજનનો અભાવઃ વિપક્ષ નેતા શહેઝાદ ખાને જણાવ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા સ્ટ્રોમ વોટર,ફ્રેનેજ લાઇન તથા ડીશીલ્ટીંગ (Drainage and desilting in Ahmedabad city ) પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ અમદાવાદ શહેરમા દરેક વોર્ડ નર્ક જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. અમદાવાદના તમામ વોર્ડમા ડીસીલ્ટીંગના થવાના કારણે તમામ ગટરો ઉભરાવા લાગી છે.
આ પણ વાંચોઃ ના હોય, AMC ટેન્ડર પ્રક્રિયા વગર જ આપી રહી છે કોન્ટ્રાક્ટ!!!
રોગચાળો વધ્યોઃ શહેરમાં ગટરના પાણીને લીધે પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળો ખૂબ જ વધી ગયો છે. જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે.આ સમસ્યાનું કારણ કોર્પોરેશન સત્તાધીશો પાસે આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. કારણ કે ચોમાસુ શરૂ થવા પહેલા ડીસીલ્ટીંગના કામ કરાવવું જોઇએ (Drainage and desilting in Ahmedabad city )પરંતુ આશ્ચર્યની વાત છે કે ડીશીલ્ટીંગ કે વરસાદી પાણીના નિકાલ માટે કોઇ અમલ થયો નહોતો. જેના કારણે અમદાવાદમાં વરસાદી પાણી ભરાયા હતાં.
આ પણ વાંચોઃ શું AMCને ફક્ત મલાઈ ખાવામાં જ રસ છે પ્રજાની સેવામાં નહીં, વિપક્ષના નેતાએ કર્યા ગંભીર આક્ષેપ
91 કરોડ 56 લાખનો ખર્ચ કરવામાં આવ્યોઃ વધુમાં શહેઝાદ ખાને જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમા કોર્પોરેશન દ્વારા 48 વોર્ડમા વોર્ડ દીઠ આશરે 15 અને મોટા વોર્ડ દીઠ આશરે 20 જેટલી મંડળીઓ કાર્યરત છે. ફક્ત ડીશીલ્ટીંગ પાછળ જ દર મહિને 40 હજાર પ્રતિ મંડળી લેખ 48 વોર્ડ મા આશરે 2 કરોડ 88 લાખ લેખ વાર્ષિક 34 કરોડ 56 લાખનો ખર્ચ કરવામા આવે છે તથા એપ્રિલ 2021 થી ડ્રેનેજ લાઇનની સફાઇ માટે મશીનો ભાડે લેવા અને CCTV દ્વારા કરવામા આવતા ડીશીલ્ટીંગ (Drainage and desilting in Ahmedabad city )પાછળ 57 કરોડનો ખર્ચ એમ આશરે કુલ 91 કરોડ 56 લાખનો ખર્ચ કરવામા આવ્યો હોવા છતા અમદાવાદ શહેરના તમામ વોર્ડની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક જોવા મળી હતી.
કોન્ટ્રકટરના કામ માત્ર કાગળ પર જઃવધુમાંશહેઝાદ ખાને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરની પરિસ્થિતી ખરાબ છે. અમદાવાદ શહેરના તમામ વોર્ડમાં ડીશીલ્ટીંગની ફરીયાદો ખુબ જ વધી જવા પામી છે. કારણ કે ડીશીલ્ટીંગ (Drainage and desilting in Ahmedabad city ) કરવામાં આવ્યું નથી. દરખાસ્તો લાવીને કોન્ટ્રાક્ટ આપવામા આવે છે.તે કામગીરી માટે પેપર પર જ થાય છે. તેનો કોઇ અમલ કરવામા આવતો નથી. દરેક કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામા આવે છે. જેના કારણે પ્રજાને સહન કરવુ પડે છે. આગામી આનું નિરાકરણ કરવામાં નહી આવે તો આંદોલન કરવાની ચીમકી (Congress threatened to Protest) આપવામાં આવી છે.