અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા-ચૂંટણીને લઇ બન્ને પક્ષો દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષોએ પોતાના તરફથી સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ અંગે આગામી 2 દિવસમાં સ્ક્રીનિંગ સમિતિની બેઠક મળશે. જેમાં 6 બેઠક પર 2 નામ અને 2 બેઠક માટે 3 નામ મોકલવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર 3 નવેમ્બરે પેટા-ચૂંટણી યોજાવવાની છે. રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસનાં 8 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં. જેને કારણે ફરીથી આ ખાલી બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે.
કોંગ્રેસે બેઠક પ્રમાણે મોકલેલા નામ
- ગઢડા
- મોહન સોલંકી
- બીજે સોસા
- અબડાસા
- વિસનજી પાંચાણી
- શાંતિલાલ સાંધાણી
- મોરબી
- કિશોર ચિખલીયા
- જયંતી જેરાજ પટેલ
- લીંમડી
- ચેતન ખાચર
- ભગીરથ સિંહ રાણા
- કલ્પના મકવાણા
- ધારી
- સુરેશ કોટડીયા
- ડૉ.કિર્તી બોરીસાગર
- જેની ઠુમ્મર
- ડાંગ
- ચંદર ગાવિત
- સૂર્યકાન્ત ગાવિત
- કપરાડા
- બાબુ વર્થા
- હરીશ પટેલ