ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનામાં સરકારે આંકડાઓ છુપાવ્યાનો વિધાનસભામાં ખુલાસો: કોંગ્રેસ - The number of corona

કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં સરકારી ખર્ચે બેડ ની ફાળવણી કરી હતી. જેને લઇને વિધાનસભામાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ રજૂ કર્યો. જેમાં કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે જિલ્લામાં કુલ 4802 બેડ માટે 54 કરોડ 19 લાખ 10 હજાર 637નો ખર્ચ કરવામાં આવ્યો છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Mar 9, 2021, 5:59 PM IST

  • કોરોનાના આંકડા રાજ્ય સરકારે છુપાવ્યા હોવાનો કોંગ્રેસે કર્યો આક્ષેપ
  • કોરોનાના દર્દીઓને સારવાર માટે સરકારે કુલ 152 કરોડથી વધુ ખર્ચ ખાનગી હોસ્પિટલમાં કર્યો
  • કોરોનાના આંકડામાં રહેલી વિસંગતતાને લઈને કોંગ્રેસે સરકારને વિધાનસભામાં ઘેરી

અમદાવાદ:કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે, રાજ્ય સરકાર કોરોના દર્દીઓની સંખ્યાનો આંકડો છુપાવી રહી છે. માર્ચ 2021ની બેઠકમાં સરકારે ડિસેમ્બર 2020 સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 53,728 હોવાની જાણકારી આપી હતી. તો માર્ચ 2021 માં સરકારે લેખિતમાં જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં જે ખાનગી હોસ્પિટલોની સરકારી કોટા એનાયત કરવામાં આવ્યું છે. તે અંતર્ગત 59,993 દર્દીઓને સરોવર આપવામાં આવી તો સવાલએ ઉભો થાય છે કે, સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં 59,993 દર્દીઓને સારવાર આપવામાં આવી તો અમદાવાદ શહેરમાં કુલ દર્દીઓની સંખ્યા 53,728 કેમ હોઈ શકે.

રાજ્યમાં કુલ 152, 32,92,925નોં ખર્ચ કરાયો

વિધાનસભામાં કોંગ્રેસે ખાનગી હોસ્પિટલને ચુકવવામાં આવેલા ખર્ચ અંગેની જાણકારી માંગતા નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલ કહ્યું કે, અમદાવાદ શહેરમાં કુલ 59, 993 દર્દીઓની સારવાર માટે 981 કરોડ 38 લાખ 12 હજાર 881નો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટમાં 40, 24,980 નો ખર્ચ કરવામાં આવ્યો પોરબંદરમાં 50,66,640 નો ખર્ચ, આણંદમાં 5,67,16,920નો ખર્ચ, મહેસાણામાં 1,29,81, 240 નો ખર્ચ, વલસાડમાં 2,19,07,080નો ખર્ચ, ખેડામાં 5,45,05,280 નો ખર્ચ, વડોદરામાં 8,68,04,100નો ખર્ચ, અરવલ્લીમાં 3,77,42,580નો ખર્ચ, ભરૂચમાં 10, 92,47,460નો ખર્ચ કરાયો છે. રાજ્યમાં કુલ 152, 32,92,925નોં ખર્ચ કરાયો છે. કોરોના કાળમાં સરકારી હોસ્પિટલો ફૂલ થઇ જતા સરકારે ખાનગી હોસ્પિટલોમાં બેડ ફાળવીયા હતા. જેના પાછળ થયેલા ખર્ચ અંગે સરકારે વિધાનસભામાં ખર્ચના આંકડા રજૂ કર્યા હતા. જેમાં સરકાર આંકડા છુપાવતી હોવાનો ખુલાસો પણ થયો છે.

ABOUT THE AUTHOR

...view details