ગુજરાત

gujarat

ETV Bharat / city

ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે કોંગ્રેસે મહામૃત્યુંજય જાપનું આયોજન કર્યું

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના અગ્રણીનેતા ભરતસિંહ સોલંકીને કોરોનાવાયરસનો ચેપ લાગતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની તબિયત ખૂબ જ નાજૂક છે તેથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. ભરતસિંહ સોલંકીને કોરોનાવાયરસની સાથે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી બીમારીઓ પણ છે. જેને લઇને તેમની હાલત વધારે ગંભીર છે.

By

Published : Jul 10, 2020, 3:38 PM IST

ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે કોંગ્રેસે મહામૃત્યુંજય જાપનું આયોજન કર્યું
ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે કોંગ્રેસે મહામૃત્યુંજય જાપનું આયોજન કર્યું

અમદાવાદઃ ભરતસિંહ સોલંકી ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે કોંગ્રેસ દ્વારા અમદાવાદના મેઘાણીનગર ખાતે આવેલ રામેશ્વર મંદિરમાં મહામૃત્યુંજય મંત્રના જાપનું આયોજન કરાયું હતું. બાર બ્રાહ્મણ દ્વારા સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મહામૃત્યુંજય મંત્રનો જાપ ચાલશે. અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસના વિપક્ષના નેતા દિનેશ શર્માએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,આવા દુઃખના સમયે પણ ભાજપ રાજકારણ રમવામાંથી ઊંચું નથી આવતું. અમે ભરતસિંહ સોલંકીની સ્વાસ્થ્યની ચિંતા કરીને મહામૃત્યુંજય મંત્રના જાપનું આયોજન કર્યું છે ત્યારે શાસક પક્ષ દ્વારા પોલીસને મોકલીને તેમાં વિઘ્ન ઉભું કરવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણો મંદિરોમાં પૂજા ન કરી શકતા હોય તો હિન્દુ ધર્મના નામે ચૂંટાયેલ શાસક પક્ષના શાસનમાં હિંદુ ધર્મ જ ખતરામાં છે.

ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે કોંગ્રેસે મહામૃત્યુંજય જાપનું આયોજન કર્યું
ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકી પણ હતાં.પરંતુ તેમની હાર થઇ હતી. આ ચૂંટણી બાદ તેમને તાવ અને ખાંસી આવતાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પરંતુ તેમની તબિયત ખૂબ જ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે કોંગ્રેસે મહામૃત્યુંજય જાપનું આયોજન કર્યું

ABOUT THE AUTHOR

...view details