ગુજરાત

gujarat

ETV Bharat / city

વાહ રે વાહ... પાર્ટી મહેનત કરે ને ભરતસિંહ સોલંકી ઐયાશી, કૉંગ્રેસના નેતાઓમાં રોષ - Gujarat Congress leaders annoyed

ગુજરાત કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો તેમની પત્ની સાથે ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયા (Bharatsinh Solanki viral video) પર વાઈરલ થયો હતો. ત્યારે હવે કૉંગ્રેસના હાઈકમાન્ડ આ મામલે એક્શનમાં આવ્યું છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના એક નેતાને ભરતસિંહ સોલંકીને મળવા આદેશ પણ આપ્યો છે.

વાહ રે વાહ... પાર્ટી મહેનત કરે ને ભરતસિંહ સોલંકી ઐયાશી, કૉંગ્રેસના નેતાઓમાં રોષ
વાહ રે વાહ... પાર્ટી મહેનત કરે ને ભરતસિંહ સોલંકી ઐયાશી, કૉંગ્રેસના નેતાઓમાં રોષ

By

Published : Jun 2, 2022, 9:16 AM IST

અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીનો તેમના પત્ની સાથે ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Bharatsinh Solanki viral video) થતા રાજકારણમાં ખડખડાટ (Earthquake in Gujarat Politics) મચી ગયો છે. જો.કે, આ વાઈરલ વીડિયો અંગે હવે કૉંગ્રેસનું હાઈકમાન્ડ પણ એક્શનમાં (Congress High Command in action) આવ્યું છે. તેને લઈ ભરતસિંહ સોલંકી પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે.

આ પણ વાંચો-કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પત્ની વિરૂદ્ધ આપી જાહેર નોટિસ

ભરતસિંહ એક યુવતી સાથે ઝડપાયા - ગુજરાત કૉંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી અન્ય યુવતી સાથે આણંદમાં એક બંગલોમાં જોવા મળ્યા હતા. આ બંગલો પર તેમના પત્ની રેશ્મા સોંલંકી પહોંચી જતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. જોકે, આ ઘટનાનો વીડિયો વાઈરલ (Bharatsinh Solanki viral video) થયો હતો.

આ પણ વાંચો-કોરોનાથી સ્વસ્થ થયા બાદ ભરતસિંહ સોલંકીનું વર્તન બદલાયું :પત્ની રેશ્મા

ભરતસિંહનો વીડિયો થયો વાઈરલ- સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ભરતસિંહ સોલંકીનો સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોનો સમગ્ર મામલો કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે પહોંચ્યો છે. ગુજરાતના નેતાઓએ ભરતસિંહ સોલંકીની ફરિયાદ કરી છે કે, તેમના કારણે ગુજરાત કોંગ્રેસ જે મહેનત કરે છે. તેના પર પાણી ફરી રહ્યું છે. પાર્ટીની છબી ખરાબ થઈ રહી છે. ભરતસિંહ સોલંકી ના સુધરે તો રાજકારણ છોડે તેવી રજૂઆત પણ કરવામાં (Gujarat Congress leaders annoyed) આવી છે. તો કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi on Bharatsinh Solanki Video) ગુજરાતના એક નેતાને ભરતસિંહને મળવા આદેશ કર્યો છે.

ભરતસિંહનું લગ્નજીવન વિવાદમાં -જોકે, પહેલી વાર ભરતસિંહ સોલંકીનો પારિવારીક વિવાદ જગજાહેર થયો હોય તેવું નથી. આ પહેલા પણ અનેક વખત ભરતસિંહ સોલંકી વિવાદમાં જોવા મળ્યા છે. આજે એક એવો સમય આવ્યો છે કે, તેમનું લગ્નજીવન જગતમાં ચર્ચાનો વિષય બની ગયું છે. થોડા દિવસો પહેલાં જ ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા સોલંકીનો વિવાદ સામે આવ્યો હતો. ભરતસિંહ સોલંકી સાથેના લગ્નજીવનમાં વિવાદ ઊભો થયા બાદ રેશ્મા સોલંકી વિદેશ જતાં રહ્યાં હતાં. ત્યાંથી તેઓ પાછા આવ્યા બાદ મીડિયા સમક્ષ આવ્યાં હતાં અને તેમણે પતિ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા.

ભરતસિંહના પત્નીએ માગ્યું પોલીસ પ્રોટેક્શન - રેશ્મા સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે, ભરતસિંહ સોલંકીએ તેમને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યાં હતાં. હું મારા ઘરની આબરૂ બચાવવા વિદેશ ગઇ હતી, પરંતુ વિદેશથી પરત આવતા જ ભરતસિંહે મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી. બીજી તરફ હાલ રેશ્મા સોલંકીએ સરકાર સમક્ષ પોલીસ પ્રોટેક્શનની પણ માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details