અમદાવાદ: ગુજરાત કોંગ્રેસે દાવો કર્યો છે કે, અગાઉની રૂપાણી સરકારના કેટલાક પ્રધાનો (Former Ministers in Gujarat Govt) હજુ ગાંધીનગરમાં ફાળવેલા બંગલા (Government Bungalow in Gandhinagar) ખાલી કરતા નથી. આ યાદીમાં કુલ 15 જેટલા પ્રધાનોનો પણ સમાવેશ થાય છે. આ મકાનો તાત્કાલિક રૂપે ખાલી કરવાની કોંગ્રેસે (Gujarat Congress) માંગ કરી છે. પૂર્વ પ્રધાન નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત નેતા આ બંગલાઓનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ રૂપાણી સરકાર સહિત દરેક પ્રધાનોને પદ પર હટાવીને નવા પ્રધાનોની નિમણૂંક કરી છે. પરંતુ જેમાં 15 જેટલા પ્રધાનો ક્વાર્ટસર સિવાય ફાવતું નથી.
આ પણ વાંચો:રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે બે આરોપીઓને પકડી પાડ્યા
બજાર ભાવ કરતા ઓછું ભાડું:કોઈ પણ એવા બહાના કાઢીને અગાઉની સરકારના પ્રધાનો બંગલા-ક્વાર્ટર ખાલી કરતા નથી. નીતિન પટેલ,ભુપેદ્રસિંહ ચુડાસમા,સૌરભ પટેલ,ગણપતસિંહ વસાવા, પ્રદીપસિંહ જાડેજા સહિતના અનેક નેતા 4800 રૂપિયા જેટલી સામાન્ય ભાડું ચૂકવી રહ્યા છે. જ્યારે માર્કેટમાં આવા આલીશાન બંગલાના 48000 રૂપિયા જેટલા ભાડા ચાલી રહ્યા છે. પ્રજાના પૈસાનો વ્યય થાય તે રીતે સરકારી વિશાળ બંગલાઓ નવી સરકારે ફાળવણી કરી દીધી છે.