અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ બુધવીરે કોંગ્રેસે વધુ 2 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે ડાંગ બેઠક માટે સૂર્યકાંત ગાવિતને ટિકિટ આપી છે, જ્યારે કપરાડા બેઠક પર બાબુ વરઠાને કોંંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આમ સૂર્યકાંત ગાવિતનો સામનો ભાજપના વિજય પટેલ સામે થશે અને બાબુ વરઠાનો સામનો ભાજપના જીતુ ચૌધરી સાથે થશે.
આ પણ વાંચો -ગુજરાત પેટા ચૂંટણીઃ કોંગ્રેસે 5 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા
કોંગ્રેસે હવે ફક્ત લીંબડીના જ ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી છે. ભાજપની જેમ કોંગ્રેસમાં પણ લીંબડીના ઉમેદવારને લઈને કોકડુ ગૂંચવાયું છે. કોંગ્રેસ અહીં કોને ટિકિટ આપવી તે આટલા સમય બાદ પણ નક્કી કરી શકી નથી. લીંબડી બેઠક પર જાહેર થનારા કોંગ્રેસી ઉમેદવારનો સામનો ભાજપના કિરિટસિંહ રાણા સામે થશે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવવાની છે.
કોંગ્રેસના ઉમેદવારોની યાદી
- અબડાસા - ડૉક્ટર શાંતિલાલ મેઘજીભાઇ સંઘાણી
- મોરબી - જયંતીલાલ જયરાજભાઇ પટેલ
- ધારી - સુરેશ કોટડીયા
- ગઢડા (SC બેઠક) - મોહનભાઇ સોલંકી
- કરણજણ - કિરિટ સિંહ જાડેજા
- કપરાડા - બાબુ વરઠા
- ડાંગ - સૂર્યકાંત ગાવિત
- લીંબડી - નામ જાહેર કરવામાં આવ્યું નથી