ગીતા પટેલે નિકોલથી અમદાવાદ જિલ્લા પંચાયત સુધી રોડ-શો યોજ્યો હતો. શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી હતી અને જીવનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ પૂર્વઃ કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલે નોંધાવી ઉમેદવારી... - files nomination
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના મહિલા નેતા ગીતા પટેલને લોટરી લાગતા કોંગ્રેસે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ઉપરથી ટિકિટ ફાળવી હતી. ગીતા પટેલે આજે રોડ-શો યોજીને અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલે નોંધાવી ઉમેદવારી
ગીતા પટેલ સાથે કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા, હિમાંશુ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા દિનેશ શર્મા અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ હાજર રહ્યા હતા.