ગુજરાત

gujarat

ETV Bharat / city

Congress Azaadi Gaurav Yatra 2022: ગાંધી આશ્રમથી કોંગ્રેસની 1100 કિમીની ગૌરવ યાત્રાનું થયું પ્રસ્થાન - ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા

અમદાવાદમાં ગાંધી આશ્રમથી (Departure of Congress Yatra from Gandhi Ashram ) ગુજરાત કોંગ્રેસે 'આઝાદી ગૌરવ યાત્રા'નું (Congress Azaadi Gaurav Yatra 2022) પ્રસ્થાન કરાવ્યું છે. કોંગ્રેસની આ યાત્રા 1,171 કિલોમીટરનું અંતર કાપીને હવે દિલ્હીના રાજઘાટ પહોંચશે.

Congress Azaadi Gaurav Yatra 2022: ગાંધી આશ્રમથી કોંગ્રેસની 1100 કિમીની ગૌરવ યાત્રાનું થયું પ્રસ્થાન
Congress Azaadi Gaurav Yatra 2022: ગાંધી આશ્રમથી કોંગ્રેસની 1100 કિમીની ગૌરવ યાત્રાનું થયું પ્રસ્થાન

By

Published : Apr 6, 2022, 11:57 AM IST

Updated : Apr 6, 2022, 12:27 PM IST

અમદાવાદઃ સમગ્ર દેશ અત્યારે દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં છે. ત્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કૉંગ્રેસ (Congress Azaadi Gaurav Yatra 2022) દ્વારા ગૌરવયાત્રાનું અમદાવાદ ગાંધી આશ્રમથી પ્રસ્થાન (Departure of Congress Yatra from Gandhi Ashram) કરવામાં આવ્યું છે, જે અમદાવાદના ગાંધી આશ્રમથી 1,171 કિલોમીટરનું અંતર કાપી દિલ્હી ખાતે આવેલા રાજઘાટ પહોંચશે.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાયા યાત્રામાં

આ પણ વાંચો-Launch of Young India or Ball: યુથ કોંગ્રેસ દ્વારા યંગ ઇન્ડિયા કે બોલ પ્રતિભા ખોજ સેશન 2નું લોન્ચિંગ

ગાંધી આશ્રમ ખાતે યોજાઈ પ્રાર્થના સભા -ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસ ગૌરવ યાત્રાની (Congress Azaadi Gaurav Yatra 2022) શરૂઆત કરતા પહેલા એક પ્રાર્થના સભા (Prayer meeting at Gandhi Ashram) યોજી હતી. તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ અને પરેશ ધાનાણી સહિતના નેતા હાજર રહ્યા હતા.

ગાંધી આશ્રમથી કોંગ્રેસની યાત્રાનું પ્રસ્થાન

યુવાનોને યાદ આઝાદીની લડાઈ યાદ કરાવવા આયોજન -ગુજરાત કૉંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, દેશમાં આઝાદીના 75 વર્ષ ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી (Congress Azaadi Gaurav Yatra 2022) નક્કી કર્યું હતું કે, આજની પેઢીને યાદ કરાવવાનું જરૂરી છે કે, આપણે આઝાદી કેટલી મહેનતથી મળી છે. કેટલા ક્રાંતિકારી લોકોએ બલિદાન આપ્યા છે.

ગાંધી આશ્રમ ખાતે યોજાઈ પ્રાર્થના સભા

રાજ્યમાં ફરશે આ ગૌરવ યાત્રા -કૉંગ્રેસની આ ગૌરવ યાત્રા સમગ્ર ગુજરાતમાં 10 દિવસમાં 5 જિલ્લામાંથી પસાર થઈ રાજસ્થાનમાં પહોંચશે, જે રાજસ્થાનમાં 42 દિવસ અને ત્યારબાદ હરિયાણા 7 દિવસ એમ કુલ મળી 59મા દિવસે દિલ્હીના રાજઘાટ (Congress Azaadi Gaurav Yatra 2022) પહોંચશે.

કોંગ્રેસા ગાંધી આશ્રમથી યાત્રા શરૂ કરી

આ પણ વાંચો-Gujarat Assembly Elections 2022 : આઝાદીના નામે રાજકીય પક્ષોની ચૂંટણીપ્રચાર યાત્રાની રણનીતિ જાણો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં કૉંગ્રેસે આઝાદી અપાવી છે -ગુજરાનતના કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે, ગાંધી આશ્રમથી રાજઘાટ સુધી યોજાનારી આ પદયાત્રાને (Congress Azaadi Gaurav Yatra 2022) 2 મહિનાની જેટલો સમય લાગશે. દેશમાંથી અંગ્રેજીને ખસેડવાનું કામ મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં કૉંગ્રેસે કર્યું હતું. આઝાદી પછી દેશમાં સોય પણ નહતી બનતી. તે દેશ આજ સેટેલાઈટ સુધી પહોંચી ગયો છે. સાથે સાથે વિશ્વ મહાસત્તા બનવવાનું કામ કૉંગ્રેસના શાસન થયું છે.

Last Updated : Apr 6, 2022, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details