ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ ડિવિઝનના માળીયા મિયાણામાં સાતમાં ખાનગી ફ્રેટ ટર્મિનલનો પ્રારંભ

અમદાવાદ ડિવિઝન પશ્ચિમ રેલવેનું એક મહત્વપૂર્ણ ડિવિઝન છે, તાજેતરમાં ડિવિઝન કક્ષાએ સ્થપાયેલા બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની કામગીરીને કારણે અમદાવાદ ડિવિઝનમાં માળીયા મિયાણામાં, મેસર્સ આર્યા ઓશિયન લોજિસ્ટિક્સ પાર્ક પ્રાઈવેટ લિમિટેડના ખાનગી ટર્મિનલનો પ્રારંભ અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ દિપક કુમાર ઝાએ વર્ચુઅલ માધ્યમથી કર્યો હતો.

By

Published : Dec 25, 2020, 5:04 PM IST

અમદાવાદ ડિવિઝનના માળીયા મિયાણામાં સાતમાં ખાનગી ફ્રેટ ટર્મિનલનો પ્રારંભ થયો
અમદાવાદ ડિવિઝનના માળીયા મિયાણામાં સાતમાં ખાનગી ફ્રેટ ટર્મિનલનો પ્રારંભ થયો

  • અમદાવાદ ડિવિઝનના માળીયા-મિયાણા ખાતે ખાનગી ફ્રેઇટ ટર્મિનલ શરૂ કરાયું
  • અમદાવાદ ડિવિઝનના DRM દિપક કુમાર ઝાએ આરંભ કરાવ્યો
  • અમદાવાદ ડિવિઝનમાં 7 ખાનગી ફ્રેઇટ ટર્મિનલ

અમદાવાદઃ ડિવિઝન પશ્ચિમ રેલ્વેનું એક મહત્વપૂર્ણ ડિવિઝન છે, જ્યાથી સૌથી વધુ આવક પ્રાપ્ત થાય છે. તાજેતરમાં ડિવિઝન કક્ષાએ સ્થપાયેલા બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની કામગીરીને કારણે અમદાવાદ ડિવિઝનના માળીયા મિયાણામાં, મેસર્સ આર્યા ઓશિયન લોજિસ્ટિક્સ પાર્ક પ્રાઈવેટ લિમિટેડના ખાનગી ટર્મિનલનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ દિપકકુમાર ઝાએ વર્ચુઅલ માધ્યમથી કર્યો હતો.

7 ખાનગી ફ્રેઇટ ટર્મિનલથી રેલવેને 100 કરોડની આવક

વરિષ્ઠ ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર પવનકુમાર સિંહે જણાવ્યું કે, આ પીએફટીથી ડિવિઝનમાં મહત્તમ 7 ખાનગી ફ્રેટ ટર્મિનલ થઈ ગયા છે. જેમાં સાણંદ, સુખપુર, જાખવાડા, વિરમગામ, ભંકોડા અને શિખા ખાતે પહેલાથી જ ખાનગી ફ્રેટ ટર્મિનલ કાર્યરત છે. આ સફળતાથી અમદાવાદ ડિવિઝન પશ્ચિમ રેલ્વેનું પ્રથમ એવું ડિવિઝન છે, જ્યા મહત્તમ 7 પીએફટી કાર્યરત છે. જેનાથી રેલ્વેને રૂપિયા 100 કરોડથી વધુની આવક થાય છે.

આ પ્રોજેકટ પર 22 કરોડનો ખર્ચ

તેમણે જણાવ્યું કે, સંબંધિત પાર્ટી તરફથી વર્ષ માર્ચ 2019માં એક પ્રસ્તાવ મળેલ હતો, જેને જૂન 2020માં કામ માટે મંજૂરી મળી હતી અને ડિસેમ્બર 2020માં તૈયાર થઈ ગઈ હતી. આ પ્રોજેક્ટ પર કુલ રૂ. 22 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પીએફટીથી પહેલા રેંક રૂપે નાંગલ ડેમ માટે ઈન્ડસ્ટ્રિયલ સોલ્ટ લોડ કરવામાં આવેલ છે, જેનાથી રેલવેને 52.5 લાખ રૂપિયાની આવક થઈ હતી.

રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આ દરમિયાન અપર ડિવિઝનલ રેલ્વે મેનેજર અનંત કુમાર, સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર પવનકુમાર સિંહ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર રવિન્દ્ર શ્રીવાસ્તવ સહિત વરિષ્ઠ રેલવે અધિકારીઓ અને પીએફટીના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

ABOUT THE AUTHOR

...view details