ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપનો ભવ્ય વિજ્યોત્સવ, CM વિજ્ય રૂપાણીએ જાહેર જનતાનો માન્યો આભાર - ELECTION

અમદાવાદ: લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત ભાજપ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિજયી સભા યોજવામાં આવી હતી.

ભવ્ય વિજય બાદ ગુજરાત ભાજપ દ્વારા ભવ્ય વિજ્યોત્સવ સભા યોજાઈ

By

Published : May 24, 2019, 2:05 AM IST

લોકસભામાં 300થી વધુ અને ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મેળવી ફરી એક વાર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય યોજ્યો હતો. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન, મંત્રીમંડળના સભ્યો, મેયર, પ્રમુખ સહિત નેતાઓની ઉપસ્થિતિમાં અમદાવાદના વટવા ખાતે BJP દ્વારા વિજય સભા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો, કાર્યકર્તાઓ, પાર્ટીના નેતાઓ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.

ભવ્ય વિજય બાદ ગુજરાત ભાજપ દ્વારા ભવ્ય વિજ્યોત્સવ સભા યોજાઈ

દેશ અને ગુજરાતની જનતાનો આભાર માનતા CM રૂપાણીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને અમિત શાહની નીતિ પર વિશ્વાસ મુકવા બદલ જનતાનો આભાર માન્યો હતો. સાથે આવનારા સમયમાં આજ રીતે કામ કરવાનો વિશ્વાસ દર્શાવ્યો હતો.

ભવ્ય વિજયની ભવ્ય ઉજવણીમાં BJPના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આતિશબાજી કરવામાં આવી હતી. તો મોદી મોદીના નારા ગુંજ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details